+

Bardoli: ગુજરાત ફર્સ્ટની લાઇવ સ્ટુડીઓ વાન પહોંચી બારડોલી લોકસભા બેઠક પર

Bardoli: ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે.…

Bardoli: ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતા રાધા પ્રજાપતિ દક્ષિણ ગુજરાતની અતિ મહત્વપૂર્ણ એવી બારડોલી (Bardoli) લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા.સૌ પ્રથમ આ બેઠક શા માટે આટલી ખાસ છે તે સૌથી પહેલા તે સમજીએ.

2008માં પુન:સીમાંકન બાદ બારડોલી બેઠક તરીકે અસ્તિત્વ

સ્વતંત્રતા સંગ્રામમાં સુવર્ણ અક્ષરે જે નામ અંકિત થયેલું છે, એકતાના પ્રતિક એવા વલ્લભભાઈ પટેલને જે સત્યાગ્રહ થકી સરદારનું બિરૂદ મળ્યું છે તેવા સ્થાન પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. પહેલા માંડવી તરીકે ઓળખાતી આ બેઠક વર્ષ 2008માં પુન:સીમાંકન બાદ બારડોલી બેઠક તરીકે અસ્તિત્વમાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું અહીં પ્રભુત્વ ખૂબ જોરમાં હતું. વર્ષ 1996 થી આ વિસ્તારમાં કોંગ્રેસનું એકધાર્યું પ્રભુત્વ રહ્યું હતું. વર્ષ 1962 થી 2019 સુધીમાં ભાજપે કુલ ત્રણ ટર્મ વખત આ બેઠક પર જીત મેળવી છે. વર્ષ 1996માં ભાજપના માનસિંહ પટેલની પહેલા જીત થઈ હતી, જે બાદ પાછલા બે ટર્મથી પ્રભુભાઈ વસાવા આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમનું નેતૃત્વને જોતા જ ભાજપે ત્રીજી વખત બારડોલી વિધાનસભા બેઠક માટે તેમની પસંદગી કરી છે

બારડોલી લોકસભા બેઠક

બારડોલી સ્વતંત્રતા સંગ્રામમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ નામ
બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈને અપાવ્યું સરદારનું બિરૂદ
દક્ષિણ ગુજરાતની આ બેઠક પર આદિવાસીઓનું પ્રભુત્વ
અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક છે બારડોલી
અગાઉ માંડવી નામે ઓળખાતી બારડોલીની બેઠક
2008માં પુન:સીમાંકન બાદ બારડોલી બેઠક બની
પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું અહીં હતું પ્રભુત્વ
વર્ષ 1996થી આ વિસ્તારમાં કોંગ્રેસનું એકધાર્યુ પ્રભુત્વ
1962થી 2019 સુધીમાં ભાજપ માત્ર 3 વખત જ જીત્યું છે
1996માં ભાજપમાંથી માનસિંહ પટેલ ચૂંટણી જીત્યા હતા
છેલ્લી બે ટર્મથી ભાજપના પ્રભુ વસાવા અહીંથી છે સાંસદ
ભાજપે ત્રીજી વખત પ્રભુભાઈ વસાવાને આપી ટિકિટ

પ્રભુ વસાવા ત્રીજી વખત ઉમેદવાર

કહેવાય છે કે, આદિવાસી ભાઈ બહેનોના આશિર્વાદ જે પક્ષના માથે રહે છે, તેઓ જ આ બેઠક પરથી દિલ્લીના સંસદ ભવન સુધીની સફર સર કરી શકે છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે ત્રીજી વખત વિશ્વાસ મુકી જે ઉમેદવાર જાહેર કર્યા છે. અમે સીધા જ પહોંચ્યા તેમનો મત જાણવા તેમના જ મતવિસ્તારમાં.

370ની કલમ અને રામ મંદિરનું નિર્માણ

પ્રભુ વસાવાએ કહ્યું કે મોદી સાહેબના નેતૃત્તવમાં 10 વર્ષમાં ખુબ વિકાસના કામો થયા છે અને અંગ્રેજોથી ચાલતા બિનઉપયોગી કાયદા દુર થયા છે. સુરક્ષાની દ્રષ્ટીઓ પણ સરકારે ખુબ સારુ કામ કર્યું છે. પ્રજાકલ્યાણની તેમણે અનેક કાયદા અમલમાં મુક્યા છે. તેમના નેતૃત્વમાં કિસાન, મહિલા ગરીબ અને યુવાઓને આધારસ્તંભ બનાવીને વિકાસ શરુ કર્યો છે. 370ની કલમ અને રામ મંદિરનું નિર્માણ કર્યું છે. હું આદિવાસી સમાજમાંથી આવું છું. બોર્ડરના ગામોમાં પણ વિકાસ કર્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામોને 20 લાખથી વધુની ગ્રાન્ટ આપી છે. આદિવાસી પરિવારના કલ્યાણ માટે સરકારે રાજ્ય સરકારના સહયોગથી યોજનાઓ અમલમાં મુકી છે. તમામ સમાજની ગરિમા જળવાય અને તેની પ્રગતિ થાય તેવા કામ કેન્દ્રની સરકારે કર્યા છે. ગરીબ પરિવારોને ખુબ જ ઇડબલ્યુએસ યોજના અમલમાં લાવી છે.

હજું પણ જે નવા રિફોર્મ કરવાના છે

તેમણે કહ્યું કે બારડોલીમાંથી હું પ્રતિનિધીત્વ કરું છું. સરદાર પટેલ સાહેબના નામથી આ વિસ્તાર જોડાયેલો છે. અહીં 2014થી ભાજપ ચૂંટાય છે. મને આનંદ છે કે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે અને હજું પણ જે નવા રિફોર્મ કરવાના છે તે કરશે. અને 2047મા વિકસીત ભારતની કલ્પનામ મોદી સાહેબે કરી છે તે પૂર્ણ કરશે.

દેશનો રાજા પ્રમાણિક છે

જે રીતે મોદી સાહેબનો દેશના શક્તિશાળી 100 વ્યક્તિમાં સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાઓને પણ રિયલાઇઝ થયું કે મોદી સાહેબ દેશને વૈશ્વિક ફલક પર લઇ ગયા છે જેથી તેઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જ્યારે પણ વિપક્ષ એકજૂટ થાય ત્યારે જનતાએ સમજી લવવું જોઇએ દેશનો રાજા પ્રમાણિક છે. મારા નવા મતદારો પણ મોદી સાહેબને મત આપવા થનગનાટ કરી રહ્યા છે.

લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 48 ટકા

જાણવું એ પણ જરૂરી છે કે બારડોલી લોકસભા બેઠકમાં પુરુષ મતદારોની સંખ્યા 10 લાખ, 32 હજાર 104 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 98 હજાર 705 અને અન્ય 21 મતદારો સહિત કુલ 20 લાખ 30 હજાર 830 મતદારો પોતાના પ્રતિનિધિત્વ કરતા નેતાનું ભાવિ EVMમાં કેદ કરે છે. આ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 48 ટકા છે,જ્યારે ઓબીસી મતદારોની સંખ્યા 12 ટકા તો દલિત 4 ટકા જ્યારે અન્ય મતદારો 42 ટકા છે.

બારડોલીનું જ્ઞાતિવાદી સમીકરણ

આદિવાસી 48 ટકા
OBC 12 ટકા
દલિત 4 ટકા
અન્ય 42 ટકા

7 વિધાનસભા બેઠકો

બારડોલી લોકસભા વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકોની જો વાત કરીએ તો આ લોકસભા બેઠકમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર બેઠકનો સમાવેશ થાય છે.

વર્ક રિપોર્ટ

૨૩ બારડોલી લોક સભાના સાંસદ પ્રભુ વસાવાના વર્ક રિપોર્ટ પર હવે એક નજર કરીએ તો વર્ષ 2021-22માં તેમણે અઢી કરોડ, જ્યારે વર્ષ 2022-2023માં રૂપિયા 5 કરોડ જ્યારે 2023-2024માં પાંચ કરોડ સહિત 12.50 કરોડની ગ્રાન્ટ પોતાના મત વિસ્તારના વિકાસ સંદર્ભે ફાળવી છે. ફાળવેલ આ ગ્રાન્ટમાંથી, સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બોર્ડ, સ્મશાન ભૂમિમાં બાધકામના કામો,શબવાહિની એનાયત, નગરમાં સ્મોક ટાવર ઉભા કરાવવા, પેવર બ્લોક અને RCCના કામો, ઉપરાંત પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, બસ સ્ટેશનના કામ, સહકારી સંસ્થાઓમાં બાધકામ સહિત પોતાના મત વિસ્તારમાં તેમણે પોતાના ગ્રાન્ટ થકી કરી છે.

સાંસદ પ્રભુભાઈ વસાવાની મજબૂત ઈચ્છા શક્તિ

સાંસદ પ્રભુ વસાવા દ્વારા મંજુર કરવામાં આવેલા કામો પર અંતે એક નજર કરીએ તો માંડવી તાપી નદી ઉપરનો બ્રિજ, સુરત અને તાપી જિલ્લામાં નવા BSNL 4G ટાવર, કોસંબા-ઉમરપાડા નેરોગેજ લાઈનનું કનવર્ઝનનું કામ, ચલથાણા-વ્યારા સ્ટેશન ખાતે ન ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપેજ અપાવ્યા, કોરોના કાળમાં ઓક્સિજન વેન્ટિલેટર તેમજ લોકોની જરૂરિયાત મુજબ કિટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવ્યા તથા વાંકલ ખાતે ગરીબ બાળકો માટે જવાહર નવો વિદ્યાલય સહિતના અગણિત કામોને મંજુરી અપાવવામાં પણ સાંસદ પ્રભુભાઈ વસાવાએ મજબૂત ઈચ્છા શક્તિ દર્શાવી છે

ગ્રાન્ટની રકમથી વિકાસના કામોની યાદી (હેડર)

(૧) સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ બોર્ડની વ્યવસ્થા
(2) સ્મશાન ભૂમિમાં યોગ્ય બાંધકામની વ્યવસ્થા
(3) સબવાહિની એનાયત કરાવી
(4) નગરમાં સ્મોક ટાવર ઊભા કરવામાં આવ્યા
(5) પેવર બ્લોક અને RCC ના કામો
(6)પીવાના પાણી માટે આર.ઓ પ્લાન્ટ
(7) બસ સ્ટેશનના કામો
(8) સહકારી સંસ્થાઓમાં બાંધકામના કામો
(9) હાઈમસ ટાવર

સાંસદ દ્વારા મંજૂર થયેલા કામો (હેડર)

(૧) માંડવી તાપી નદી ઉપરનો બ્રિજ
(૨) સુરત અને તાપી જિલ્લામાં નવા BSNL 4G ટાવરો ઊભા કરાવ્યા
(૩) કોસંબા-ઉમરપાડા નેરોગેજ લાઈનનું કનવર્ઝન કામ મંજૂર કરાવ્યું
(૪) ચલથાણ-વ્યારા સ્ટેશન ખાતે ન ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપેજ અપાવ્યા
(૫) કોરોના વખતે જરૂરિયાત મુજબ કિટો ઉપલબ્ધ કરાવી
(૬) વાંકલ ખાતે ગરીબ બાળકો માટે જવાહર નવો વિદ્યાલય તૈયાર કરી

તો બારડોલીની જનતાએ વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના સાંસદ પ્રભુભાઈ વસાવા 2 લાખ 15 હજાર 447 મતની લીડથી વિજય બન્યા હતા ત્યારે જોવું એ 2024નું પરિણામ કઈ દિશામાં રહે છે.

આ પણ વાંચો—–PM Narendra Modi Gujarat Visit LIVE : સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્લાનને PMએ કર્યો લોકાર્પણ

 

Whatsapp share
facebook twitter