- lebanon માં વિસ્ફોટ બાદ હિઝબોલ્લાહ ચીફ હસનનું નિવેદન
- સિરિયલ બ્લાસ્ટ પર આપી પ્રતિક્રિયા, ઇઝરાયેલ પર ગુસ્સો ઠાલવ્યો
- નસરુલ્લાએ ઈઝરાયેલને આપી મોટી ધમકી, યુદ્ધની ઘોષણા ગણાવી
લેબનોન (lebanon)માં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટો પછી હિઝબોલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ ગુસ્સે થઈ ગયા છે. સિરિયલ વિસ્ફોટો પર પ્રતિક્રિયા આપતા, નસરાલ્લાહે ઇઝરાયેલ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હિઝબુલ્લાના ચીફે કહ્યું કે, ઇઝરાયલે હજારો પેજર બ્લાસ્ટ કરીને ‘રેડ લાઇન’નું ઉલ્લંઘન કર્યું છે. અમારા 4 હજાર લોકોને એકસાથે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નસરાલ્લાહે કહ્યું કે, ઈઝરાયેલે માત્ર પેજર અને રેડિયો હુમલાથી હિઝબુલ્લાહ લડવૈયાઓ પર હુમલો કર્યો નથી, પરંતુ હોસ્પિટલો, બજારો અને ઘરોને પણ નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં હજારો મહિલાઓ અને બાળકો પ્રભાવિત થયા છે.
નસરુલ્લાએ ઈઝરાયેલને આપી મોટી ધમકી…
આટલું જ નહીં, પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ બાદ નસરુલ્લાએ ઈઝરાયલને ધમકી આપી છે. હિઝબુલ્લાના વડાએ કડક ધમકી આપી અને ઇઝરાયેલને આ બધાને યુદ્ધની ઘોષણા તરીકે ધ્યાનમાં લેવા કહ્યું. તમને જણાવી દઈએ કે લેબનોન (lebanon)માં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : દુનિયાનો આ સુંદર દેશ પ્રોપર્ટી ખરીદી પર આપે છે સ્થાઈ થવાનો મોકો
ભલે ગમે તે થાય, હિઝબુલ્લાહ તૂટવાનું નથી…
એક વીડિયો સંદેશ જાહેર કરતા નસરાલ્લાહે કહ્યું કે હિઝબુલ્લાહને ગમે તેટલો મોટો ફટકો પડે, તે ક્યારેય તોડી શકાય નહીં. હિઝબુલ્લાના વડાએ કહ્યું કે, ઇઝરાયેલ દ્વારા આ પ્રકારના હુમલાઓથી હિઝબુલ્લાહ તેના ઘૂંટણિયે નહીં આવે. આવા હજારો પડકારોનો સામનો કર્યા બાદ અમે ફરી એકવાર ગર્વથી માથું ઉંચુ રાખીશું.
આ પણ વાંચો : Israeli Armyનો લેબનોનમાં મોટો હવાઇ હુમલો, ચોતરફ હાહાકાર
નસરાલ્લાહે કહ્યું- અમે હુમલાની તપાસ કરીશું…
નસરાલ્લાહે વધુમાં કહ્યું કે, હાલમાં તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. આ વિસ્ફોટોની તપાસ માટે હિઝબુલ્લાએ અનેક તપાસ સમિતિઓની રચના કરી છે. અમે પહેલા નક્કી કરીશું કે હુમલા કેવી રીતે થયા. હિઝબુલ્લાના વડાએ સ્વીકાર્યું છે કે આ પ્રકારનો હુમલો પ્રથમ વખત થયો છે અને તે લેબેનોનની સુરક્ષા માટે મોટો ફટકો હતો.
આ પણ વાંચો : Unit 8200…જેનું નામ પડતાં જ વિશ્વના બધા દેશો હવે ધ્રુજવા લાગ્યા….