+

અમદાવાદમાં પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન…
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ
કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. જૂથ અને આ કાર્યક્રમની ભૂમિકા આપી હતી. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ન્યાસ (ટ્રસ્ટ)ના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિ.ના પૂર્વ કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આ અભિયાનની ભૂમિકા આપી હતી.
પત્રકાર મિત્રોની શંકાનું સમાધાન કર્યું
આજના આ શિક્ષણ કાર્યક્રમમાં બે સત્રોમાં કવિ -લેખક શ્રી કિશોર જિકાદ્રા અને શિક્ષક શ્રી કલ્પેશ પટેલે વિવિધ ખોટા શબ્દોને સાચી કઈ રીતે લખાય તે ‘જ્ઞાન સાથે ગમ્મત’ શૈલીમાં સમજાવ્યું હતું અને સાથે પત્રકાર મિત્રોની શંકાનું સમાધાન પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનઆઈએમસીજેના નિયામક શ્રી ડૉ. શિરીષ કાશીકરે  કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter