+

કોહલી-રોહિત પાસે આજે વિરાટ રેકોર્ડ તોડવાની તક

આજે (શુક્રવાર) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકતાનાં ઈડન ગાર્ડન્સમાં સીરિઝની બીજી T20 મેચ રમાવવાની છે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દર્શકોને આજે એકવાર ફરી રોહિત શર્માની તોફાની બેટિંગ જોવા મળી શકે છે, કારણ કે રોહિતે પહેલી મેચમાં તોફાની બેટિંગ કરતા ઝડપી રન બનાવ્યા હતા.આજે ઈડન ગાર્ડન્સમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ માટે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે. જણાવી દઇએ કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથ
આજે (શુક્રવાર) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકતાનાં ઈડન ગાર્ડન્સમાં સીરિઝની બીજી T20 મેચ રમાવવાની છે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દર્શકોને આજે એકવાર ફરી રોહિત શર્માની તોફાની બેટિંગ જોવા મળી શકે છે, કારણ કે રોહિતે પહેલી મેચમાં તોફાની બેટિંગ કરતા ઝડપી રન બનાવ્યા હતા.
આજે ઈડન ગાર્ડન્સમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ માટે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે. જણાવી દઇએ કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલના નામે છે, પરંતુ આ વર્લ્ડ રેકોર્ડ પણ આજે તૂટી શકે છે. ભારતના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બંને આ વર્લ્ડ રેકોર્ડની નજીક આવી ગયા છે અને દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર આ બંનેમાંથી કોણ ગુપ્ટિલને પાછળ છોડી દેશે તેના પર છે. વિરાટ કોહલી ગુપ્ટિલથી 56 રન પાછળ છે, જ્યારે રોહિત શર્મા અને ગુપ્ટિલ વચ્ચે 63 રનનું અંતર છે. વર્તમાન ફોર્મને જોતા લાગે છે કે વિરાટ પહેલા રોહિત શર્મા આ માઈલસ્ટોન સુધી પહોંચી શકે છે. હાલમાં રોહિત T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કરતા સાત રન પાછળ છે. આ સીરિઝ પહેલા પણ T20 ઈન્ટરનેશનલમાં બેમાંથી કોણ સૌથી વધુ રન બનાવે છે તેની ચર્ચા ચાલી રહી હતી. માર્ટિન ગુપ્ટિલના વર્લ્ડ રેકોર્ડને તોડવા અને T20 ઇન્ટરનેશનલમાં પહેલા 3300 રનના આંકને સ્પર્શવા માટે, વિરાટને 56 અને રોહિતને 63 રન બનાવવાની જરૂર છે.
 
ગુપ્ટિલે અત્યાર સુધી 110 મેચની 108 ઇનિંગ્સમાં 32.66ની એવરેજથી 3,299 રન બનાવ્યા છે. વળી, વિરાટ કોહલીએ 96 મેચની 88 ઇનિંગ્સમાં 51.49ની એવરેજથી કુલ 3,244 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રોહિત શર્મા છે, જેણે 120 મેચની 112 ઇનિંગ્સમાં 33.37ની એવરેજથી કુલ 3,237 રન બનાવ્યા છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ છ વિકેટે જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સીરિઝની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ આજે (શુક્રવાર) સાંજે 7 વાગ્યાથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે.
Whatsapp share
facebook twitter