+

રૂ.2000 ની નોટ બદલવાને લઇને RBI ગવર્નરે જાણો શું કહ્યું?

RBI ગવર્નરે રૂ. 2000ની નોટ બદલવાને લઇને જનતાને એક ખાસ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જનતાએ આ માટે કઇ ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પેનિક થવાની જરૂર…

RBI ગવર્નરે રૂ. 2000ની નોટ બદલવાને લઇને જનતાને એક ખાસ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જનતાએ આ માટે કઇ ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, પેનિક થવાની જરૂર નથી, શાંતિથી તમે આ નોટ બદલાવી શકો છો. જો કોઇ તકલીફ થાય છે તો તેના પર અમારી નજર રહેશે.

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, બેંકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે તૈયાર છે. બેંકોમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે લોકોને નોટ બદલવામાં ઉતાવળ ન કરવા જણાવ્યું હતું. ચાર મહિનાનો સમય છે એટલે સરળતાથી નોંટો બદલવી જોઇએ. RBI ના ગવર્નર શક્તિકાંત દાસ કહે છે, “હું સ્પષ્ટતા કરું છું અને ફરીથી ભારપૂર્વક જણાવું છું કે આ રિઝર્વ બેંકના ચલણ વ્યવસ્થાપન કામગીરીનો એક ભાગ છે. લાંબા સમયથી, રિઝર્વ બેંક સ્વચ્છ નોટની નીતિને અનુસરી રહી છે. સમયાંતરે, RBI ચોક્કસ શ્રેણીની નોટો પાછી ખેંચે છે અને નવી નોટો બહાર પાડે છે. અમે ચલણમાંથી રૂ. 2000ની નોટો પાછી ખેંચી રહ્યા છીએ પરંતુ તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.”

RBI ગવર્નરે કહ્યું કે, ક્લીન નોટ પોલિસી હેઠળ 2000ની નોટ બંધ કરવામાં આવી છે. નોટ એક્સચેન્જનો ડેટા તૈયાર કરવાનો રહેશે. તમે 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ વડે ખરીદી કરી શકો છો. નિયમો અનુસાર 2000ની નોટો તમે ઈચ્છો તેટલી બદલી શકો છો. બેંકોએ નોટો બદલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. RBI ગવર્નરે વધુમાં કહ્યું કે, આજે ચલણમાં અન્ય મૂલ્યવર્ગોની પૂરતી નોટો છે. 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન પણ, જેમ અને કહ્યું છે, તેની ટોચ 6,73,000 કરોડથી ઘટીને લગભગ 3,62,000 કરોડ થઈ ગઇ છે. પ્રિન્ટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, નોટોએ તેમનું જીવન ચક્ર પૂર્ણ કર્યું છે.

RBI ગવર્નરે કહ્યું કે, ‘ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ઉતાવળ કરવાની જરૂર નથી. એટલા માટે તમે આરામથી બેંકમાં જાઓ અને 2000 રૂપિયાની નોટ બદલો. ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય લોકોને પહેલાની જેમ સામાન્ય રીતે કાઉન્ટર પર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. દાસે વધુમાં કહ્યું કે, અમે અમારી પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રૂ. 2000 ની નોટો મુખ્યત્વે સિસ્ટમમાંથી ઉપાડવામાં આવતા નાણાંના મૂલ્યને ઝડપથી ભરવાના ઉદ્દેશ્ય સાથે જારી કરવામાં આવી હતી, જ્યારે રૂ. 1000 અને રૂ. 500 ની નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિ હતી.

RBI ગવર્નર શક્તિકાંત દાસ કહે છે, “…30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે (નોટ એક્સચેન્જ માટે) જેથી તેને ગંભીરતાથી લેવામાં આવે, અન્યથા જો તમે તેને ખુલ્લું છોડી દો તો તે એક અનંત પ્રક્રિયા બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, 23 મે મંગળવારથી 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દરમિયાન, બેંકોમાં બદલાવનારી નોટોની તપાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમારી પાસે 2,000 રૂપિયાની નોટ છે અને તમે તેનાથી ચિંતિત છો, તો નીચેના સમાચાર તમારા માટે છે. જીહા… સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રૂ. 2,000ની નોટો બદલવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ, આ નોટ બદલવા માટે કોઈ ઓળખ પત્રની જરૂર પડશે નહીં, ન તો કોઈ ફોર્મ ભરવાનું રહેશે. મહત્વપૂર્ણ છે કે મંગળવારથી તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની નોટ બદલી શકાશે અથવા ખાતામાં જમા કરાવી શકાશે. SBIએ તેની તમામ સ્થાનિક મુખ્ય કચેરીઓના મુખ્ય જનરલ મેનેજરોને એક પત્ર જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોને એક સમયે 2,000 રૂપિયા (20,000 રૂપિયા)ની મહત્તમ 10 નોટો બદલવા માટે કોઈ ફોર્મ અથવા ઓળખ કાર્ડની જરૂર નથી.

આ પણ વાંચો – રૂ.2000 ની નોટ પાછી ખેંચવાના નિર્ણય બાદ MEMES નો થયો વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter