+

અમદાવાદઃ ધંધુકા હત્યા કેસમા સૌથી મોટો ખુલાસો, બૅન્ક ડિટેઈલ્સ આવી સામે

કિશન ભરવાડ હત્યાકેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, સૌથી મહત્વનું પાકિસ્તાન કનેશન હોવાની વાત તપાસમાં બહાર આવી છે. ગુજરાતની આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે.  આ મામલે મૌલાના કમરગની ઉસમાનીના સંગઠનની બેન્ક ડિટેઇલ્સ સામે આવી છે.મૌલાના કમરગનીની તપાસમાં ખુલાસા મૌલાના કમરગીની ઉસમાનીના TFI સંગઠનના બેન્ક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયાના વ્યવહાર સામે આવ્યા છે જેમાથી 9 લાખ રૂપિયા ખર્àª


કિશન ભરવાડ હત્યાકેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, સૌથી મહત્વનું પાકિસ્તાન કનેશન
હોવાની વાત તપાસમાં બહાર આવી છે. ગુજરાતની આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. 
 આ
મામલે 
મૌલાના કમરગની
ઉસમાનીના સંગઠનની બેન્ક ડિટેઇલ્સ સામે આવી
છે.


મૌલાના કમરગનીની તપાસમાં ખુલાસા

મૌલાના કમરગીની ઉસમાનીના TFI સંગઠનના બેન્ક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયાના વ્યવહાર સામે
આવ્યા છે જેમાથી 9 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ 11 લાખ ક્યાથી આવ્યા
અને તેમનો ખર્ચ ક્યાં થયો તે અંગે તપસ હાથ ધરાશે. 
મૌલાના કમર ગનીના પર્સનલ એકાઉન્ટની માહિતી હજુ સુધી
સામે આવી નથી

 

જાણો
શું છે  કિશન ભરવાડ હત્યા કેસ?

ધંધુકા શહેરના સુંદરકુવા વિસ્તારમાં 25
જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ ભરવાડ પર બાઈક પર આવેલા બે ઇસમો
ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ગોળી લાગેલી હાલતમાં કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે
લઇ જવામાં આવ્યો હતો અને ફરજ પરના ડૉક્ટ
રે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને
પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.
આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી
મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો
, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ
સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં
લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી
હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારજનો ને મળવા પહોચ્યા હતા અને
ન્યાયની બાંહેધરી આપી હતી.

 

Whatsapp share
facebook twitter