Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કિશન ભરવાડ હત્યા કેસ: ત્રણ આરોપીઓના 14 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

11:46 AM Apr 21, 2023 | Vipul Pandya

ધંધુકામાં થયેલી કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ્યા હતા જોકે કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણેય આરોપીઓના 14 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
 કોર્ટમાં જુદા જુદા મુદ્દે દલીલો પણ કરાઈ હતી. આરોપીઓના મોબાઈલ અને સીમકાર્ડ શોધવાના બાકી હોવાના મુદ્દે પણ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં ઉપયોગમાં લીધેલા મોબાઇલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા હતા. જે અંગે તપાસ કરવા પણ રિમાન્ડની ATSએ માંગ કરી હતી સાથે જ અન્ય 17 જેટલા મુદ્દાઓ પર રીમાન્ડ માંગવામાં આવ્યાં હતા. જો કે બચાવ પક્ષના વકીલે રિમાન્ડના મુદ્દાઓ રિપિટ થતા હોવાને કારણે એકના એક કારણો રજૂ કરી રિમાન્ડ ન આપી શકાય તેવી રજૂઆત કરી હતી.
શું હતા રિમાન્ડના મુદ્દા ?
– આરોપીઓએ મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા તે શોધવાના બાકી. 
– ગુનો કર્યા બાદ શબ્બીર અને ઈમ્તિયાઝે પહેરેલા કપડાં શોધવા જરૂરી
– મૌલાના ઐયુબે છુપાવેલા ચાર હજાર પૈકીના ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે ? 
– પોરબંદરમાં સાજણ ઓડેદરા અને કિશનની રેકી દરમ્યાન આરોપીઓ કોને મળ્યા ?
– આરોપીઓએ હત્યા કરવા વિદેશ કે ભારતમાંથી કોની પાસેથી ફંડ મેળવ્યું ?
–  કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ ટાર્ગેટમાં હતા?