- ઉત્તર કોરિયામાં એકસાથે 30 અધિકારીઓને મોતની સજા આપવામાં આવી
- તેમની ભૂલ એ હતી કે તેઓ બધા પૂરના કારણે થયેલી તબાહીને રોકવામાં નિષ્ફળ રહ્યા
- તબાહી જોઈને કિમ જોંગ ઉન એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે 30 અધિકારીઓને એક જગ્યાએ ફાંસી આપી દીધી
Kim Jong : ઉત્તર કોરિયામાં કોઇની ભૂલ થાય તો પછી માફીનો અધિકાર નથી. સરકારના અધિકારી હોય કે સામાન્ય નાગરિક, સરમુખત્યાર શાસનમાં કોઈપણ ભૂલ કે બેદરકારી મૃત્યુદંડની સજાને પાત્ર છે. હા, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઉત્તર કોરિયામાં એકસાથે 30 અધિકારીઓને મોતની સજા આપવામાં આવી છે. તેમની ભૂલ એ હતી કે તેઓ બધા પૂરના કારણે થયેલી તબાહીને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. પૂરને કારણે થયેલી તબાહી જોઈને કિમ જોંગ ઉન (Kim Jong ) એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે 30 અધિકારીઓને એક જગ્યાએ ફાંસી આપી દીધી.
પૂરની ભયાનકતા જોઈને તે ગુસ્સે થઈ ગયા
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ સરમુખત્યાર કિમ જોંગે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પૂરની ભયાનકતા જોઈને તે ગુસ્સે થઈ ગયા હતા. પૂરમાં 4000 લોકોના મોતથી તે એટલા દુઃખી થયા હતા કે તેમણે ઉત્તર કોરિયામાં પૂરમાં બેદરકારીના આરોપસર 30 અધિકારીઓને તરત જ મારી નાખ્યા હતા. આ પૂરમાં 4,000 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ કોરિયાના મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો––North Korea : દક્ષિણ કોરિયાનું ડ્રામા જોવા બદલ 30 કિશોરોને ગોળી મારી
ઉત્તર કોરિયામાં 20 થી 30 અધિકારી પર ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીનો આરોપ
ટીવી ચોસુનના અહેવાલ મુજબ સરમુખત્યાર કિમ જોંગ ઉનની સરકારના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કોરિયામાં 20 થી 30 અધિકારી પર ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીનો આરોપ છે. આ પછી તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. અધિકારીની વાત માનીએ તો ગત મહિનાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં એક સાથે 20થી 30 અધિકારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી ઉત્તર કોરિયા દ્વારા મૃત્યુદંડની સજાના અહેવાલની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પૂરમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જુલાઈમાં ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂર બાદ કિમ જોંગ ઉને અધિકારીઓને કડક સજાના આદેશ આપ્યા હતા. આ પૂરમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા અને 15,000 થી વધુ લોકો બેઘર બન્યા. ઉત્તર કોરિયામાં જે અધિકારીઓને ફાંસી આપવામાં આવી છે તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પૂર હોનારત દરમિયાન કિમ જોંગ ઉનને ઇમરજન્સી મીટિંગમાં બરતરફ કરાયેલા નેતાઓમાં 2019 થી ચાંગંગ પ્રાંતની પ્રાંતીય પાર્ટી સમિતિના સચિવ કાંગ બોંગ-હૂન પણ સામેલ હતા.
આ પણ વાંચો––દુનિયા રહે હવે સાવધાન! NORTH KOREA ના કિમ જોંગ ઉનએ કર્યું SUICIDE DRONE નું પરીક્ષણ