Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kheda : શું ડાકોર મંદિરનાં લાડુમાં પણ અમૂલ ઘીનું કૌભાંડ ? જાણો હકીકત

05:09 PM Sep 26, 2024 |
  1. ડાકોર મંદિરનાં પૂજારીનાં ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો વાઇરલ
  2. અમૂલ ડેરીનાં ચેરમેને પૂજારીનાં આક્ષેપોને પાયાવિહાણાં ગણાવ્યા
  3. અમૂલ ઘી માત્ર ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે : ચેરમેન
  4. ખોટા આક્ષેપો સામે કાનૂની પગલાં લેવાનું નક્કી કરાયું છે : ચેરમેન

Kheda : વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) માં લાડુંનાં પ્રસાદના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. આ દાવાઓમાં એક દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે, પ્રસાદમાં અમૂલ (Amul) દ્વારા ઘી સપ્લાય કરવામાં આવતું હતું. જો કે, આ મામલે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, તિરુપતિ બાલાજી મંદિરમાં ક્યારેય પણ પ્રસાદ માટે ઘી સપ્લાય નથી કર્યું. આ સાથે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે અમૂલ દ્વારા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Cyber ​​Crime Police Station) ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારે હવે અમૂલ દ્વારા વધુ એક સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ પણ વાંચો – Gujarat: વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રથમ સ્થાને, માત્ર એક વર્ષમાં 1.65 કરોડે લીધી મુલાકાત

ડાકોર મંદિર પૂજારીનાં ગંભીર આક્ષેપો સામે અમૂલ ડેરી ચેરમેનની સ્પષ્ટતા

તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) બાદ ડાકોર મંદિરમાં (Dakor Temple, Kheda) લાડુનાં પ્રસાદને લઈ અમૂલ સામે આક્ષેપ થતા અમૂલ ડેરીનાં ચેરમેન દ્વારા સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. અમૂલ ડેરીનાં ચેરમેને એક પ્રેસનોટ જાહેર કરી જણાવ્યું કે, ડાકોર મંદિરનાં પૂજારી આશિષભાઈ સેવક દ્વારા અમૂલ ઘી પર ખોટા આક્ષેપ સાથેનો એક વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ આક્ષેપોને હું સખત શબ્દોમાં વખોડું છું.

આ પણ વાંચો – Surat : NH 48 પર રાજકોટ LCB ટીમની ખાનગી કારને ટ્રકે મારી ટક્કર, પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત

ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે : અમૂલ ડેરી ચેરમેન

અમૂલ ડેરીનાં (Amul Dairy) ચેરમેને આગળ જણાવ્યું કે, હું ગંભીરતા સાથે જણાવું છું કે, અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન કરવામાં નહીં આવે. કારણ કે, આ 36 લાખ પશુપાલકોની વિશ્વની નંબર એક ખાદ્ય બ્રાન્ડ છે, જેના પણ સૌની જીવિકા આધારિત છે. અમૂલ ઘી માત્ર ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કર્યા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં ધી તૈયાર કરવામાં આવે છે, જે ભારતનાં FSSAI નાં ધારાધોરણો પ્રમાણે હોય છે. ચેરમેને આગળ કહ્યું કે, ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે. આશિષભાઈ સેવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને તકવાદી તેમ જ સ્વાર્થરૂપી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટે છે, જે હું વખોડું છું. આ અંગે કાનૂની પગલાં લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Surat ના પાલમાં વીજળી પડતા યુવકનું મોત, સામે આવ્યો હ્રદય કંપાવતો Video