Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mpox નું જોખમ વધ્યું! દેશમાં બીજો દર્દી મળ્યો, આ રાજ્યમાંથી નોંધાયો કેસ…

05:10 PM Sep 27, 2024 |
  1. દેશમાં Mpox નો ત્રીજો કેસ નોંધાયો
  2. કેરળના એર્નાકુલમમાં 26 વર્ષીય વ્યક્તિ થયો સંક્રમિત
  3. કેન્દ્રએ નવી એડવાઈઝરી જાહેર કરી

દેશમાં Mpox નો ત્રીજો કેસ નોંધાયો છે. કેરળના એર્નાકુલમમાં 26 વર્ષીય વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. હાલમાં જ UAE થી પરત ફરેલા આ વ્યક્તિ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના પ્રારંભિક નમૂનાનું અલપ્પુઝામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તેને જીનોમિક સિક્વન્સિંગ માટે પુણેની NIV લેબમાં મોકલવામાં આવ્યું છે.

કેરળમાં બીજો દર્દી મળ્યો…

કેરળમાં Mpox સંક્રમણનો આ બીજો અને ભારતમાં આ વર્ષે ત્રીજો કેસ છે, ગયા અઠવાડિયે જ મલપ્પુરમનો એક 38 વર્ષીય વ્યક્તિ Mpox થી સંક્રમિત જોવા મળ્યો હતો. તતેણે UAE નો પ્રયાસ પણ કર્યો હતો. તેમની હાલત હાલ સ્થિર છે. Mpox ના જોખમોને ધ્યાનમાં રાખીને કેરળના આરોગ્ય અધિકારીઓએ સંક્રમણના ફેલાવાને રોકવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. ખાસ કરીને વધુ જોખમવાળા વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ માટે અલગ પ્રોટોકોલ પણ રજૂ કરવામાં આવ્યો છે.

WHO એ એલર્ટ જાહેર કર્યું છે…

WHO એ સંક્રમણના ક્લેડ 1B પ્રકાર સાથે સંકળાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને Mpox ને ‘આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી’ તરીકે જાહેર કર્યું હતું. બીજી બાજુ, કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં પાછા ફરતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને જો Mpox ના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવા વિનતી કરી હતી.

  1. આ પણ વાંચો :  આ રહી વકફ બોર્ડની A to Z માહિતી, 2013માં થયેલા સુધારામાં મળી હતી આ અમર્યાદિત સત્તાઓ

કેન્દ્રએ નવી એડવાઈઝરી જારી કરી…

બીજી તરફ, કેન્દ્ર સરકરે Mpox ના નિવારણ અને નિયંત્રણ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ને એક નવી એડવાઈઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રજૂ કરાયેલા એડવાઇઝરીમાં આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, Mpox ના શંકાસ્પદ લક્ષણોવાળા કોઈપણ દર્દીની ચામડીના જખમના નમૂનાઓ તાત્કાલિક લેબમાં મોકલવા જોઈએ.

આ પણ વાંચો :  Mathura: 300 કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર સાધુ બનીને ફરતો હતો..આખરે પકડાયો

WHO જાહેર કરી ચિંતા…

ચંદ્રાએ વધુમાં કહ્યું કે, WHO એ 14 ઓગસ્ટે Mpox ને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી (PHEIC) તરીકે જાહેર કરી હતી. આ બીજી વખત છે જયારે WHO એ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો 2005 હેઠળ મંકીપોક્સ રોગ સંબંધિત PHEIC ની જાહેરાત કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 2022 માં જે વાયરસ વધુ ખતરનાક હતો તેમાં ક્લેડ બે પ્રકારોને કારણે થયો હતો. એડવાઇઝરી જણાવે છે કે, MPOX ના તમામ શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવા જોઈએ અને સંક્રમણ નિવારણ અને નિયંત્રણના કડક પગલાં લેવા જોઈએ. સારવાર લક્ષણો પર આધારિત હોવી જોઈએ અને માર્ગદર્શિકાને અનુસરવી જોઈએ.

આ પણ વાંચો :  કર્ણાટકના MLA પર વિધાનસભાની અંદર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ