+

પીઢ કન્નડ અભિનેતા ‘કલતપસ્વી’રાજેશનું બેંગલુરુમાં નિધન

કન્નડ અભિનેતા 'કલતપસ્વી' રાજેશનું શનિવારે 19 ફેબ્રુઆરી બેંગલુરુમાં અવસાન થયું. કિડની, શ્વાસ અને વય સંબંધિત બિમારીઓને કારણે તેમને 9 ફેબ્રુઆરીએ બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ  સવારે તેમની તબિયત બગડી હતી અને બાદમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  89 વર્ષીય અભિનેતા રાજેશના શનિવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમàª
કન્નડ અભિનેતા ‘કલતપસ્વી’ રાજેશનું શનિવારે 19 ફેબ્રુઆરી બેંગલુરુમાં અવસાન થયું. કિડની, શ્વાસ અને વય સંબંધિત બિમારીઓને કારણે તેમને 9 ફેબ્રુઆરીએ બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ  સવારે તેમની તબિયત બગડી હતી અને બાદમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 
 89 વર્ષીય અભિનેતા રાજેશના શનિવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ રાજેશને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પીઢ અભિનેતાના નિધનથી કન્નડ સિનેમાના ચાહકો આઘાતમાં છે. 
અભિનેતાનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને તેનું સાચું નામ મુની ચૌડપ્પા હતું જ્યારે તેનું સ્ટેજ પર તેમનું નામ વિદ્યાસાગર હતું. જોકે તેને રાજેશના નામથી જ બધા ઓળખતા હતા. તેમણે માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ નાની ઉંમરમાં જ થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું અને ઘણા નાટકો કર્યા. તેમણે શક્તિ નાટક મંડળ નામની પોતાની થિયેટર મંડળી બનાવી હતી, જેના દ્વારા તેમને સારી ઓળખ મળી હતી.
150 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો
પીઢ દિગ્દર્શક હુન્સુર કૃષ્ણમૂર્તિ જેમણે 1964ની કન્નડ ફિલ્મ ”વીરા સંકલ્પ”માં વિદ્યાસાગરનો અભિનય કર્યો હતો . 1968ની ફિલ્મ ”નમ્મા ઉરુ” એ રાજેશની કારકિર્દીમાં એક મહત્વનો વળાંક હતો કારણ કે તે થિયેટરોમાં બ્લોકબસ્ટર હિટ રહી હતી. રાજેશ 1960ના દાયકાના અંતમાં અને 1970 ના દાયકાની શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં દેખાતા હતા, પરંતુ પછીથી તે નાના પાત્રોની  ભૂમિકામાં જોવા મળતા હતા. 45 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, તેમણે 150 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની આત્મકથા ”કાલા થપસ્વી રાજેશની આત્મકથા” ‘2014માં રિલીઝ થઇ હતી 

મુખ્યમંત્રી બોમાઈએ શોક વ્યક્ત કર્યો 
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ અભિનેતા રાજેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, ‘કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા શ્રી રાજેશનું નિધન ખૂબ જ દુઃખદાયક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
Whatsapp share
facebook twitter