+

જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી

જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણીપુષ્ટિ સંપ્રદાયમાં વસંત પંચમીથી શરૂ થઈ જાય છે વસંતોત્સવભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યારસિયામાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેની મશ્કરી અને મીઠા ઝઘડાનો ભાવભગવાન દામોદરજીને મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયોગોપીઓના વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાળ મનોરથ ઉજવાય છે રાળ મનોરથમાં રાળનો ધુમાડો વસંત ઋતુમાં રોગનો નાશ કરે છેમોટà
  • જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી
  • પુષ્ટિ સંપ્રદાયમાં વસંત પંચમીથી શરૂ થઈ જાય છે વસંતોત્સવ
  • ભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યા
  • રસિયામાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેની મશ્કરી અને મીઠા ઝઘડાનો ભાવ
  • ભગવાન દામોદરજીને મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયો
  • ગોપીઓના વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાળ મનોરથ ઉજવાય છે 
  • રાળ મનોરથમાં રાળનો ધુમાડો વસંત ઋતુમાં રોગનો નાશ કરે છે
  • મોટી સંખ્યામાં ભાવિકોએ હોળી પર્વની ઉજવણી કરી
જૂનાગઢ (Junagadh)માં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યા અને મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી
પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં વસંતોત્સવની ઉજવણી
વસંતપંચમીના દિવસ થી જ પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં વસંતોત્સવ મનાવાય છે ત્યારે દામોદર કુંડ પર આવેલ પૌરાણિક શ્રીરાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન શ્રી રાધા દામોદરજી સમક્ષ વૈશ્ણવોએ રસિયા ગાયા હતા. રસિયા હોળીના દિવસોમાં જ ગવાય છે, જેમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો સંવાદ છે, ભગવાન અને ભક્ત વચ્ચેની મીઠી તકરાર છે, સાથે ગોપીઓ શ્રીકૃષ્ણ માટેનો પ્રેમ પણ વ્યક્ત કરે છે આમ રસિયા પ્રેમ અને ભક્તિસભર હોય છે, હોળી વખતે ગોપીના ભાવથી રસિયા ગાવામાં આવે છે, શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ  ભગવાન સમક્ષ રસિયા પ્રસ્તુત કર્યા હતા.
હોળી સમયે ભગવાન સમક્ષ રાળનો મનોરથ 
હોળી સમયે ભગવાન સમક્ષ રાળનો મનોરથ કરવામાં આવે છે. શ્રી રાધા દામોદરજી મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયો હતો. ગોપીઓના વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાળ મનોરથ ઉજવાય છે. રાળની જ્વાલા એ ગોપીઓના વિરહની ભાવના છે. રાળ મનોરથ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ફાયદાકારક છે કારણ કે શિયાળા અને ઉનાળા વચ્ચેની આ મિશ્ર ઋતુમાં શરદી કફ થતા હોય છે અને રાળનો ધુમાડો શરીરમાં જવાથી કફ શરદીનો નાશ થાય છે. આમ આપણો ધર્મ વિજ્ઞાન સાથે પણ જોડાયેલો છે. હોળી પર્વ નિમિત્તે શ્રી રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસિયા અને રાળ મનોરથનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હોળી પર્વના દર્શનનો લાભ લીધો હતો, વૈશ્ણવોએ મંદિર પટાંગણમાં એકબીજાને રંગ ઉડાડી હોળીની ઉજવણી કરી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter