Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh:ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને કામવગર બહાર ન નીકળવા કરી આપી

10:35 PM Sep 29, 2024 |
  • જૂનાગઢ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
  • કલેકટર અનિલ રાનાવસિય એ કર્યું ટ્વિટ
  • લોકોને ભવનાથ તરફ ન જવા કરી અપીલ
  • ભારતી આશ્રમ નજીક રસ્તાઓ પર વહેતા થયા પાણી

Junagadh:જૂનાગઢ શહેર અને ગિરનાર (Junagadh) ઉપર બપોર પછી આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું અને સાંજના 6 વાગ્યા પછી માત્ર બે જ કલાકમાં તોફાની બેટિંગ શરુ કરી દેતા ગિરનાર ઉપર દોઢ કલાકમાં આઠ ઈંચ અને જૂનાગઢ શહેરમાં અને વિસાવદરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસાવી દેતા શહેરના રાજમાર્ગો જળબંબાકાર બન્યા હતા. વંથલી, ભેંસાણ, મેંદરડામાં બે ઇંચ વરસ્યો હતો.ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે સાવેચતી રાખવા જણાવવામાં આવ્યું છે

 

 

કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી

જૂનાગઢમાં (Junagadh)ભારે વરસાદ વરસવાના કારણે કલેકટર દ્વારા લોકોને અપીલ (Collector appeal)પણ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી ભવનાથ, દામોદર કુંડ ન જવા અપીલ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે આ અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના વંથલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના આઝાદ ચોક, આંબેડકર ચોકમાં વરસાદ વરસી રહ્યો છે તો વંથલી અને આસપાસના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

આ પણ  વાંચો Patan: કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં શકિત પ્રદર્શન

જૂનાગઢમાં સતત બે દિવસથી વરસાદે તબાહી મચાવી

બીજી તરફ જૂનાગઢ શહેર અને ભવનાથમાં (Bhavnath water)ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 30 મિનિટથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં સતત બે દિવસથી વરસાદે તબાહી મચાવી છે અને જૂનાગઢના માનના છોડ વિસ્તારમાં 300થી પણ વધુ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી જતા વેપારીઓની આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

 

ગિરનાર પર્વત પર ધોધમાર 5.5 ઈંચ વરસાદ ખાબક્યો

શહેરમાં બે દિવસ પહેલા પડ્યો હતો તેના કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સુદર્શન તળાવમાં છલકાયું છે અને ભારતી આશ્રમમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યારે ગિરનાર પર્વત પર ધોધમાર 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જો કે, 8:45 વાગ્યા બાદ વરસાદ રોકાયો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે.

દામોદરકુંડ, સોનાપુરી પાસે પોલીસ બંદોબસ્ત મુકાયો

ગિરનાર ઉપર આંઠ ઇંચ વરસાદથી દામોદર કુંડ ફરીથી ઓવરફલો થયા હતા, જેના પરિણામે અહીના માર્ગો જળબંબાકાર બન્યા હતા, તેમજ એક તરફ રવિવારના કારણે ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ગયેલા તેઓ વરસાદમાં અટવાયા હતા, જેથી અન્ય કોઈ ઘટના ના બને તે માટે દામોદર કુંડ અને સોનાપુરી પાસે વાહન વ્યવહાર અટકાવી દીધો અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો.

 

આ પણ  વાંચો –સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન

ભારે વરસાદથી માંગનાથ બજારની દુકાનોમાં પાણી ઘુસ્યા

શહેરમાં માત્ર બે કલાકમાં પડેલા પાંચ ઇંચ વરસાદથી માંગનાથ બજારની અસંખ્ય દુકાનોમાં મોડી રાતે ફરીથી પાણી ભરાવાનું શરુ થયું હતું, અહીના રવિ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી, અહી વેપારીઓ કહ્યું કે, મનપા દ્વારા દુકાનોના ઓટલા તોડી નાખતા હાલ વરસાદનું પાણી દુકાનોમાં ઘુસી રહ્યું છે. અહી કેડ સમાન પાણી બજારમાં જોવા મળ્યા હતા. હાલ પાણી નિકાલ માટે મનપાની ટીમ આવી પહોંચી હતી.