- ઈકો સેન્સિટિવ ઝોનનો સતત વધતો વિરોધ (Junagadh)
- ઇકોઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયતોનો સામૂહિક ઠરાવ
- ઈકો ઝોનથી ખેડૂતો વન વિભાગનાં ગુલામ બની જશે : રિબડિયા
- નિયમોમાં ફેરફાર કરવા પડે તે માટે મજબૂર કરીશું : સંઘાણી
- સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે : વનમંત્રી
જુનાગઢમાં (Junagadh) ગીર જંગલની આસપાસનાં વિસ્તારને ‘ઇકો સેન્સિટિવ ઝોન’ જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે. જુનાગઢ પંથકમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’ રદ (Eco Sensitive Zone) કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ જુનાગઢ કિસાન સંઘ (Gir Somnath Kisan Sangh), અમરેલી તેમ જ ગીર સોમનાથ કિસાન સંઘનાં (Gir Somnath Kisan Sangh) પ્રમુખો દ્વારા CCF આરાધના સહુને રજૂઆત કરી છે. જ્યારે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી (Dilip Sanghani) અને ભાજપનાં નેતા હર્ષદ રિબડિયા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
196 પંચાયતો દ્વારા ઠરાવ કરી રજૂઆત કરાઈ
જુનાગઢ (Junagadh) પંથકમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’ રદ કરવાની માગ નજીકનાં ગામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ મામલે વિરોધ સતત વકરી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા 196 પંચાયતો દ્વારા ઠરાવ કરી રજૂઆત કરાઈ છે. બીજી તરફ જુનાગઢ કિસાન સંઘ, અમરેલી (Amreli) તેમ જ ગીર સોમનાથ કિસાન સંઘનાં પ્રમુખો દ્વારા CCF આરાધના સહુ સમક્ષ રજૂઆત કરાઈ છે. તેમણે કહ્યું કે, ઇકો ઝોન ઘોષિત થતાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનાં (Gir Somnath) ખેડૂતોને વધુ મુશ્કેલી થશે. હાલ પણ રસ્તાઓ અને સુવિધાઓનાં લાભથી જંગલ નજદીકનાં ખેડૂતો પરેશાન છે.
આ પણ વાંચો – Ahmedabad : ‘તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે’ : Amit Shah
પોતાના જ પક્ષની સરકાર સામે લડી લેવા દિલીપ સંઘાણીનું આહ્વાન
આ મામલે હવે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી (Dilip Sanghani) પણ ખુલીને સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારે ફરી વિચાર કરીને નિયમોમાં બદલાવ કરવા જોઈએ. વન્ય પ્રાણી કરતા માણસોની સુવિધા વધુ જરૂરી છે. તેમણે કહ્યું કે, નિયમોમાં ફેરફાર કરવા પડે તે માટે મજબૂર કરીશું. ઈકો સેન્સિટિવ ઝોનમાં (Eco Sensitive Zone) ફેરફાર કરવા એ સમયની માગ છે. ગામડાઓને સુરક્ષિત કરવા જે કરવું પડશે તે કરીશું. દિલીપ સંઘાણીએ આગળ કહ્યું કે, ખેતીને અવરોધક પરિબળો પર અવરોધ નહીં ચલાવી લઈએ. જંગલખાતાનાં જંગલી નિયમોને બદલવાની જરૂર છે. છેલ્લા 2 વર્ષમાં 34 લોકોનાં મોત વન્યપ્રાણીને કારણે થયા છે.
‘ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરીઓ લેવી પડશે’
જુનાગઢ પંથકમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’ (Eco Sensitive Zone) મામલે ગ્રામસભામાં વિરોધ થતાં ભાજપનાં (BJP) પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ દ્વારા પણ વિરોધ દાખવવામાં આવ્યો છે. ભાજપનાં નેતા હર્ષદ રિબડિયાએ (Harshad Ribadia) કહ્યું કે, ઇકો ઝોનથી ખેડૂતો વન વિભાગનાં ગુલામ બની જશે. રોડ-રસ્તા, વીજ કનેક્શન સહિતનાં અનેક મુદ્દે મોટી મુશ્કેલીઓ ઊભી થશે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરીઓ લેવી પડશે. માઈનિંગ, ગેરકાયદે હોટેલ્સ, પ્રદુષણ ઓકતા એકમો બંધ કરાવો તેનો વિરોધ નથી. પરંતુ, અમારા વિસ્તારમાં એક પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી નથી. ઈકો સેન્સિટીવ ઝોનનાં લીધે ખેડૂતોને ઊભી થનારી મુશ્કેલી સામે આ વિરોધ છે.
આ પણ વાંચો – Dahod : માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં માત્ર 12 દિવસમાં 1700 પેજની ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી
કોઈ મુશ્કેલી હશે અથવા પ્રશ્નો હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે : વનમંત્રી
જ્યારે બીજી તરફ આ વિવાદ અંગે વનમંત્રી મુળુભાઈ બેરાનું (Mulubhai Bera) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 10 કિલો મીટરનો એરિયા હતો. નવા ઇકો સેન્સ્ટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે. સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે. વનમંત્રીએ (Forest Minister) આગળ કહ્યું કે, સ્થાનિક પ્રતિનિધિને આ અંગે માહિતગાર કર્યા છે. કોઈ મુશ્કેલી હશે અથવા પ્રશ્નો હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે.
જાહેરાતનાં થોડા જ દિવસોમાં જ વિરોધનાં અનેક કિસ્સા
જણાવી દઈએ કે, હાલમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. પ્રાથમિક જાહેરનામા પછી 60 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાય છે. જો કે, જાહેરાતનાં થોડા જ દિવસોમાં જ વિરોધનાં અનેક કિસ્સા સામે આવ્યા છે. અગાઉ 10 કિમીનો દાયરો ઘટાડવામાં આવ્યો છતાં વિરોધ યથાવત છે. ઈકો ઝોન લાગુ થવાથી ખેતીકામને અસર થવાનો દાવો કરાઈ રહ્યો છે. સાથે જ ઈકો ઝોન લાગુ થશે તો વનવિભાગને (Forest Department) તાબે થવું પડશે તેવો ડર ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – જેલમાં બંધ Ganesh Gondal નો સહકારી જગતમાં પ્રવેશ, મળી આ મોટી જવાબદારી