Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : મારામારીનાં કેસમાં સસ્પેન્ડેડ PI અને કોન્સ્ટેબલ ભાગેડુ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો ?

07:52 PM Aug 23, 2024 |
  1. જૂનાગઢમાં સસ્પેન્ડ PI ભોજાણીને વંથલી કોર્ટે ભાગેડુ જાહેર કર્યા
  2. કોન્સ્ટેબલ P.P ચાવડાને પણ કોર્ટે ભાગેડું જાહેર કર્યા
  3. હાઈકોર્ટે સસ્પેન્ડ PI ભોજાણીનાં આગોતરા જામીન નામંજૂર કર્યાં હતા
  4. ગાદોઈ ટોલ નાકે માથાફૂટ બાબતે બંને પર નોંધાયો હતો ગુનો

જુનાગઢથી (Junagadh) એક મોટા સમાચાર આવ્યા છે. સસ્પેન્ડેડ PI ભોજાણીને (Suspended PI Bhojani) વંથલી કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. આ સાથે કોન્સ્ટેબલ P.P. ચાવડાને પણ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. ગાદોઈ ટોલનાકે માથાકૂટ મામલે અગાઉ હાઈકોર્ટે સસ્પેન્ડ PI ભોજાણીનાં આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. આ કેસમાં બંને પર ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો – Ganesh Gondal Case : ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં, હજુ પણ રહેવું પડશે જેલમાં, વાંચો વિગત

સસ્પેન્ડ PI ભોજાણીને વંથલી કોર્ટે ભાગેડુ જાહેર કર્યા

આરોપ મુજબ, જુનાગઢ (Junagadh) જિલ્લાનાં વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકા (Gadoi Tolanaka) પર જે તે સમયનાં કોડીનારનાં PI ભોજાણીની કારને રોકવામાં આવી હતી. ટોલનાકાનાં કર્મચારીએ PI ભોજાણી પાસે ઓળખપત્ર માગતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન, બંને પક્ષને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સમાધાન થયું હતું. પરંતુ, ત્યાર પછી PI ભોજાણી અને તેમના સાગરિતોએ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ, લાકડી વડે ટોલ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં PI ભોજાણી (Suspended PI Bhojani) સહિત કુલ 20 થી વધુ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો – Gandhinagar : ‘ક્રિકેટ’, ‘હિટ વિકેટ’, ‘મેદાન’ જેવા શબ્દોથી વિધાનસભામાં હસ્ય રેલાયું

ગાદોઈ ટોલનાકે માથાફૂટ મામલે નોંધાયો હતો ગુનો

આ મામલે કેસ ચાલી જતાં સસ્પેન્ડેડ PI ભોજાણીએ હાઈકોર્ટમાં (Gujarat High Court) આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીને કોર્ટે નામંજૂર કરી હતી. સાથે જ જુનાગઢની વંથલી કોર્ટમાં (Vanthali Court) સસ્પેન્ડેડ PI ભોજાણીને ભાગેડુ જાહેર કરવા રિપોર્ટ કરાયો હતો. વંથલી કોર્ટે PI ભોજાણી અને કોન્સ્ટેબલ P.P. ચાવડાનેને (Constable P.P. Chavda) ભાગેડુ જાહેર કરી વોરંટ જાહેર કર્યું છે. આથી, હવે બંનેની શોધખોળ તેજ થઈ છે.

આ પણ વાંચો – Tathya Patel Case : આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન, જાણો શું છે કારણ ?