Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jharkhand ની ફેક્ટરીમાં વિનાશકારી વિસ્ફોટ, 1 નું મોત અને અન્ય ઘાયલ

11:17 PM Oct 13, 2024 |
  • કંપનીના પરિસરમાં સાંજે એક Boiler માં Explosion થયો હતો
  • કંપનીના અન્ય Employees ની પણ પૂછપરછ કરવામાં આવી
  • Employees એ કંપનીમાં કામ કરવાને લઈ પીછેહઠ કરી

Jharkhand company Boiler Explosion : Jharkhand ના સરાયકેલા ખરસાવા જિલ્લામાં આવેલા આદિત્યપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં એક Boiler માં Explosion થયો છે. ત્યારે Boiler માં Explosion થતા કંપનીના કર્માચારીની ધટનાસ્થળ ઉપર મોત નિપજ્યુ હતું, તો અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. બીજી તરફ કંપનીમાં Explosion થતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી પડી હતી. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે માહિતી જાહેર કરી છે.

કંપનીના પરિસરમાં સાંજે એક Boiler માં Explosion થયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, Jharkhand માં આવેલી કંપનીના પરિસરમાં સાંજે એક Boiler માં Explosion થયો હતો. તો આ Explosion શા કારણે થયો હતો. તેની કોઈ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત આ Explosion ના કારણે ઘાયલ થયેલા વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસ અને સ્થાનિક પ્રશાસને આ મામલાને ગંભીર ગણાવતા સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર…

કંપનીના અન્ય Employees ની પણ પૂછપરછ કરવામાં આવી

જોકે શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીના Boiler માં વધુ પડતું દબાણ વધવાથી આ Explosion થયો હતો. જેના કારણે ભિષણ અકસ્માતનું નિર્માણ થયું હતું. ત્યારે તુરંત પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને આ અંગે તપાસ શરૂ કરી હતી. તે ઉપરાંત પોલીસે ઘટનાના પગલે કંપનીના અન્ય Employees ની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેના પરથી ચોક્કસ અનુમાન આવે કે, આ Explosion અને આગ કયા સંજોગોમાં થઈ શકે છે.

Employees એ કંપનીમાં કામ કરવાને લઈ પીછેહઠ કરી

જોકે આ ઘટના બાદ સ્થાનિકમાં ભયનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત કંપનીના Employees પણ આ ઘટનાને લઈ સ્તબ્ધ થઈ ગયા છે. તે ઉપરાંત મોટાભાગના Employees એ કંપનીમાં કામ કરવાને લઈ પીછેહઠ કરી છે. તો સ્થાનિક રહેવાસીઓ અને Employees એ ઔદ્યોગિક વિસ્તારમાં સલામતીના પગલાંના અભાવ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને અધિકારીઓને સલામતીના ધોરણોને કડક રીતે લાગુ કરવા માંગ કરી છે.

આ પણ વાંચો: Baba Siddique ની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તર પોલીસના સકંજામાં