જામનગરમાં આઇ.ટી.આઇ ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્સ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોર્ષ આગામી ઓગષ્ટ માસ સુધીમાં ચાલુ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર સૌરભ પારઘીના અધ્યસ્થાને DSC ( ડિસ્ટ્રિક્ટ સ્કીલ કમિટી) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોરાના કાળમાં હેલ્થ વર્કરની જરૂરિયાતને ધ્યાને રાખી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ ચાલુ કરવાની વિચારણા હતી જે આઈ.ટી.આઈ.જામનગર દ્વારા આ કોર્ષ ચાલુ કર્યા અંગેની જાણ કરાઈ હતી. આ મિટિંગમાં આ વર્ષે બ્રાસ સિટી જામનગરને કુશળ માનવ બળ મળી શકે તે માટે કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અર્તગર્ટ નવા બ્રાસને લગતા કોર્ષ બનાવી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.
આ કોર્ષ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ચાલુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં UNDP દ્વારા સ્કીલને લગતા કોર્ષ ચાલુ રાખવા આઈ.ટી.આઈ.ને મદદ કરશે તેમ બેઠકમાં જણાવાયું હતું.આ બેઠકમાં કલેકટર ડૉ. સૌરભ પારધી, ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન રાઠોડ, આઇ.ટી.આઇ નાં આચાર્ય એમ. એમ. બોચીયા, રોજગાર અધિકારી સરોજ સાંડપા સહિતના અધિકારી હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ વર્ષના બજેટમાં ગુજરાતની પાંચ આઈ.ટી.આઈ. માં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીના કોર્ષ ચાલુ કરવા માટે દરેક આઇ.ટી.આઇ. ને ૫ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઇ.ટી.આઇ જામનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થામાં મેન્યુફેક્ચરીંગ કોર્ષની પંસદગી કરવામાં આવી છે. તે માટે બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી બ્રાસ ઉદ્યોગને લગત કોર્ષ બનાવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.