Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું આ વખતે આયકર વિભાગ ITR Filing કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ રાખશે?

04:28 PM Jul 31, 2024 | Aviraj Bagda
  • રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખને બદલવા માટે માગ

  • 31 જુલાઈ સુધી ITR Filing કરવાનું અચૂક જરૂરી છે

  • 5 કરોડથી પણ વાધારે આયકર રિટર્ન દાખલ કરવામાં આવ્યું

ITR Filing Last Date: Income Tax Return ફાઈલ કરવાની આજરોજ અંતિમ તારીખ છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં ITR Filing નથી કરાવ્યું, તો તમારા માટે હવે ગણતરીના કલાકો રહી ગયા છે. જોકે 31 જુલાઈ બાદ પણ ITR Filing કરી શકાય છે. પરંતુ તેના માટે તમારે કિંમત ચૂકવવી પડે છે. વાર્ષિક વર્ષ 2023-24 માટે ITR Filing કરવા માટે આયકર વિભાગ દ્વારા 31 જુલાઈ અંતિમ નક્કી કરવામાં આવી હતી. તેથી દરેક વ્યક્તિ આજરોજ સુધીમાં ITR Filing અચૂક ફાઈલ કરવું પડે છે.

રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખને બદલવા માટે માગ

એક અહેવાલ અનુસાર,All-India Federation of Tax Practitioners (AIFTP) એ ઔપચારિક રીતે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ પાસે આયકર રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખને બદલવા માટે માગ કરવામાં આવી છે. તો આ તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. તેના માટે આયકર વિભાગે અલગ-અલગ મુશ્કેલીઓને લેખિતમાં રજૂ કર્યા છે. કારણ કે…. ITR Filing કરવાની તારીખ જેવી રીતે નજીક આવી રહી હતી, ત્યારે આયકર વિભાગ સમક્ષ સીએ દ્વારા તારીખને આગળ લઈ જવાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારતનું એક માત્ર રાજ્ય, જ્યાં Income Tax ચૂકવવો પડતો નથી

31 જુલાઈ સુધી ITR Filing કરવાનું અચૂક જરૂરી છે

તે ઉપરાંત ભાગોદોડીના કારણે ફોર્મ 31 જુલાઈ સુધી 26AS/AIS/TIS પહોંચવું પડકારદાયક છે. તેની સાથે ઓટીપી ફેલિયર અને વેરિફિકેશ એરરના કારણે વારંવાર સબમિશન માટે ITR Filing કરવામાં ઘણો સમય વેડફાય છે. જોકે કાયદાકીય રીતે 31 જુલાઈ સુધી ITR Filing કરવાનું અચૂક જરૂરી છે. તો બીજી તરફ છેલ્લા 3 વર્ષથી 31 જુલાઈની તારીખમાં ક્યારે પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી આ વખતે પણ તારીખ બદલવાની સ્થિતિ આવી શકે તેમ નથી.

5 કરોડથી પણ વાધારે આયકર રિટર્ન દાખલ કરવામાં આવ્યું

તો આયકર વિભાગ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના પ્રમાણે, 26 જુલાઈથી 5 કરોડથી પણ વાધારે આયકર રિટર્ન દાખલ કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ 31 જુલાઈ સુધીમાં ITR Filing નથી કરતું. તો તે વ્યક્તિએ કાયદાકીય રીતે દંડ ચૂકવવો પડે છે. તો દંડ સ્વરૂપે ITR Filing કરવા પર વ્યક્તિએ 5000 રૂપિયા ચૂકવવા પડશે. અને જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ કરતા ઓછી છે, તો તે વ્યક્તિએ દંડ સ્વરૂપે 1000 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: HDFC ના ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર! તમારી પાસે હોય તો ઝલદી…