Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાઇક પર બાળકોને હેલ્મેટ પહેરવુ બનશે ફરજિયાત, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

05:18 AM Apr 17, 2023 | Vipul Pandya


વાહન ચલાવતા તમારે હેલ્મેટ પહેરવુ ફરજિયાત છે. પરંતુ
હવે જે સમાચાર સામે આવ્યા છે તે જાણી થોડીવાર માટે તમે ચોંકી જશો. જી હા, હવે જો
તમે બાઇક પર બાળકોને લઇને નિકળો છો તો તેમણે પણ હેલ્મેટ લગાવવું ફરજીયાત રહેશે.  

બાળકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર 

જો તમે પણ અવાર-નવાર બાઇક પર બાળકોને લઇને નિકળો છો
તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. જી હા, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય
(
MoRTH) એ બાળકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. જણાવી
દઇએ કે
, કેન્દ્રની મોદી સરકારે બાળકોને બાઈક પર બેસવા માટે
પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવવાનાં નિયમો બનાવ્યા છે. આ નિયમનું પાલન કરવામાં
નિષ્ફળતા ભારે દંડને આકર્ષિત કરશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં જણાવ્યા
અનુસાર
, આ માટે 15 ફેબ્રુઆરી 2022 નાં રોજ એક સૂચના જારી કરવામાં
આવી છે. આ નિયમ આવતા વર્ષથી એટલે કે 15 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવશે. હાલમાં આ
નિયમમાં દંડની રકમ નક્કી કરવામાં આવી નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ
નિયમ માટે દંડની રકમ રાજ્ય સરકારો પોતે નક્કી કરશે.

નવી દરખાસ્ત મુજબ બાઇક, સ્કૂટર, સ્કુટી
જેવા ટુ વ્હીલરની સ્પીડ લિમિટ 4 વર્ષ સુધીનાં બાળકને મોટરસાઇકલ પર લઇ જતી વખતે 40
કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઇએ. ટુ-વ્હીલર ચાલકની પાછળ બેઠેલા 9 મહિનાથી 4
વર્ષ સુધીનાં બાળકે ક્રેશ હેલ્મેટ પહેરવું જરૂરી રહેશે. જો બાઈક પર સવાર વ્યક્તિની
પાછળ બાળક બેઠું હોય તો તેના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે. આ હેઠળ
, બાળક માટે સલામતી હાર્નેસ હોવી જોઈએ, જેથી બાળક પાછળથી ન પડી જાય. સેફ્ટી હાર્નેસ બાળકને રાઇડર
સાથે જોડી દે છે અને તે 30 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. તો જો તમે પણ તમારા
નાના બાળકને બાઇક પર લઈને ક્યાંક ફરવા જાવ છો તો આ નિયમોનું ધ્યાન રાખવુ જરૂરી
બનશે.