- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મહા યુદ્ધની પૂરેપૂરી શક્યતાઓ
- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી
- ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે
- ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી
- જો ઈઝરાયેલ કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે
Benjamin Netanyahu : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મહા યુદ્ધની પૂરેપૂરી શક્યતાઓ છે. ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાનની આ કાર્યવાહી બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu )એ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ પરનો હુમલો ‘નિષ્ફળ’ રહ્યો. નેતન્યાહુએ એમ પણ કહ્યું કે ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે, જેના કારણે ઇરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો—હવે ઈઝરાયેલ રહેશે અથવા તો ઈરાન : ઇઝરાયેલ રક્ષામંત્રી
ઈરાને શું કહ્યું?
ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ઈરાનના એક અધિકારીએ કહ્યું છે કે જો ઈઝરાયેલ કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે જો ઈઝરાયેલ જવાબ આપશે તો અમે વિનાશક જવાબ આપીશું. તે જ સમયે, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ઈઝરાયેલ પર મિસાઈલ ફાયર કર્યા બાદ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.
વિનાશક રીતે જવાબ આપશે
ઈરાની અધિકારીએ કહ્યું કે અમે હુમલાના થોડા સમય પહેલા જ રાજદ્વારી ચેનલો દ્વારા વોશિંગ્ટનને એલર્ટ કર્યું હતું. ઈરાનના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે અમે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા અંગે રશિયાને પહેલાથી જ જાણ કરી દીધી હતી. ઈરાને કહ્યું કે જો ઈઝરાયેલ કાર્યવાહી કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે
હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રહેશે
ઈરાનના આ હુમલાને જોતા ઈઝરાયેલે તેના રહેવાસીઓને બંકરોમાં જવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયેલે કહ્યું છે કે જ્યાં સુધી લેબનોન સરહદ નજીકના ઘરોમાંથી વિસ્થાપિત થયેલા નાગરિકો પાછા ફરવા માટે સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો—ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu