Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઇઝરાયેલે બેરુતના રહેણાક વિસ્તારમાં કર્યો Drone હુમલો, 2 લોકોના મોત

07:36 AM Sep 30, 2024 |
  • બેરૂતમાં ઇઝરાયલનો રહેણાંક વિસ્તાર પર હુમલો
  • એપાર્ટમેન્ટ પર ઇઝરાયલનો ડ્રોન હુમલો
  • ડ્રોન હુમલામાં બેરૂતના રહેણાંક વિસ્તારમાં રહેતા 2 લોકોના મોત

હિઝબુલ્લા ચીફ હસન નસરાલ્લાહ (Hezbollah chief Hassan Nasrallah) ના મોત પછી, ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર ડ્રોન હુમલો (Drone Attack on Beirut) કર્યો છે. આ ઘાતક હુમલામાં બેરૂતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યું છે, જેમાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે. લેબનીઝ સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બેરૂતના કોલા વિસ્તારમાં સ્થિત એપાર્ટમેન્ટ્સ પર ડ્રોન હુમલો (Drone Attack) કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે કે ઇઝરાયલે બેરૂતની શહેરી હદમાં આવેલા રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો હોય. મળતી માહિતી પ્રમાણે, ઇઝરાયલ હવે હિસ્બુલ્લાહના અન્ય નેતાઓને પણ નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાને પગલે વિસ્તારની સ્થિતિ વધુ તંગ થઈ ગઈ છે, અને આગાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ તીવ્ર થઈ શકે.

દક્ષિણ લેબનોન અને યમનમાં તીવ્ર આક્રમણ

દક્ષિણ લેબનોનના શહેર સિડોનની પૂર્વમાં થયેલા ઇઝરાયલના હવાઈ હુમલામાં 24 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. હવાઈ હુમલાથી 2 ઇમારતો નિશાન બની હતી, જેમાં એક ઇમારત જમણી તરફ નમી ગઇ હતી જે થોડા સમય બાદ ધરાશાયી થઈ ગઈ હતી. હિઝબુલ્લાહ પર હુમલા બાદ ઇઝરાયેલ યમનમાં હુતી વિદ્રોહીઓના સ્થાનો પર પણ હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિવારે બપોરે ઇઝરાયેલી એરફોર્સના ફાઇટર પ્લેન્સે યમનના બંદર શહેર હોદેદાહમાં હુતી વિદ્રોહીઓના સ્થાનો પર ડઝનેક હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોના એક નિવેદન અનુસાર, હવાઈ હુમલાઓએ યુદ્ધ વિમાનો, પાવર પ્લાન્ટ્સ અને યમનના રાસ ઇસા અને હોદેદાહ બંદરો પરના દરિયાઈ બંદરો સહિત ડઝનેક વિમાનોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ પરના તાજેતરના હુમલાઓના જવાબમાં ડઝનેક વિમાનોએ યમનમાં હુતી સ્થાનો પર હુમલો કર્યો છે.

1992 માં પણ ઈઝરાયેલે હિઝબુલ્લાહ કમાન્ડરને માર્યો હતો…

આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલે હિઝબુલ્લાહ કમાન્ડરની હત્યા કરી હોય. આ પહેલા 1992 માં આતંકવાદી જૂથના કમાન્ડર અબ્બાસ મૌસાવી પણ ઈઝરાયેલી સેનાના હેલિકોપ્ટર હુમલામાં માર્યા ગયા હતા. જેનું સ્થાન બાદમાં હસન નસરાલ્લાહે લીધું હતું અને PM નેતન્યાહુની સેનાએ તેને પણ મારી નાખ્યો હતો. ઈઝરાયેલનું કહેવું છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહને સતત નિશાન બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, આ હુમલાને કારણે લેબનોનના હજારો રહેવાસીઓએ વિસ્તાર છોડવો પડ્યો હતો. દેશના પર્યાવરણ મંત્રી નાસેર યાસીને જણાવ્યું હતું કે સરકારનો અંદાજ છે કે લગભગ 2,50,000 લોકોએ તેમના ઘર છોડીને સરકાર સંચાલિત આશ્રયસ્થાનો અને અનૌપચારિક આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે.

આ પણ વાંચો:  Nabil Kaouk : Israel એ Hezbollah પર મચાવી તબાહી, વધુ એક આતંકી કમાન્ડરનું મોત