+

IPL 2024 Opening Ceremony : બોલીવુડના આ દિગ્ગજ સ્ટાર ઓપનિંગ સેરેમનીમાં લગાવશે ચાર ચાંદ

IPL 2024 Opening Ceremony: IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB vs CSK…

IPL 2024 Opening Ceremony: IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓની ઉત્તેજના વધી રહી છે, પરંતુ સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની (IPL 2024 Opening Ceremony ) સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર હશે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો આ સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે.

ઓપનિંગ સેરેમનીને લઈ લોકો ઉત્સુક
IPL 2024 ની ગ્રાન્ડ શરૂઆત 22 માર્ચથી થશે.ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. ધોનીની ટીમે આ પહેલા 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં IPL ટાઇટલ પોતાને નામ કર્યા છે. RCB vs CSK મેચનો અઅ પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક બનશે, પરંતુ IPL ની શરૂઆત પહેલા યોજાતી ઓપનિંગ સેરેમનીને લઈને પણ સૌ કોઈ ઉત્સુક હોય છે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે.આ ગ્રાન્ડ સેરેમનીનો સમારોહ કેવી રીતે.ક્યારે અને ક્યાં જોઈ શકશે સામાન્ય લોકોને અઅ બાબતે પ્રશ્ન થતો હોય છે તો એના માટે અઅ સમાચાર મહત્વના છે.

ક્યાં-ક્યાં સ્ટાર્સ લેશે ભાગ
કેટલાક અહેવાલો અનુસાર,સોનુ નિગમ, એઆર રહેમાન સહિત બૉલીવૂડ સ્ટાર્સ (Bollywood stars )અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. એવું કહેવામાં આવે છે કે, સોનુ નિગમ અને એઆર રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પરફોર્મન્સ આપશે. આ સમગ્ર સમારોહની 30 મિનિટનો રહેશે.

ક્યારે અને ક્યાં થશે IPL 2024નું ઉદઘાટન સમારોહ?
આ વર્ષે IPLની ઓપનિગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆત પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. Jio સિનેમા પર IPL 2024 ની ઓપનિંગ સેરેમની સહિત તમામ IPL મેચોને મફતમાં સ્ટ્રીમ કરી શકે છે.

ભવ્ય સેરેમની યોજાશે
IPLની ઓપનિંગ સેરેમની હંમેશા ભવ્ય રીતે થાય છે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના શ્રેષ્ઠ ગાયકો અને સ્ટાર્સ પરફોર્મ કરશે. આ ઉપરાંત, ફટાકડા, સંગીત અને ડ્રોન શો પણ છે જે બધાને મંત્રમુગ્ધ કરી દેશે. IPLની શરૂઆત 2008માં 8 ટીમો સાથે થઈ હતી અને 2022માં બે નવી ટીમોના ઉમેરા સાથે તેની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે. આ સિવાય 13 થી વધુ ક્રિકેટ રમતા દેશોના પ્રખ્યાત ખેલાડીઓ IPLમાં રમે છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ટિકિટ પેટીએમ ઈન્સાઈડર અથવા બુક માય શો દ્વારા ઓનલાઈન ખરીદી શકાય છે. આમાં ચાહકોએ પ્લેટફોર્મ ફી પણ ચૂકવવી પડશે. જો ચાહકો ઇચ્છે છે તો તેઓ તેમની સંબંધિત ટીમોની સત્તાવાર સાઇટની મુલાકાત લઈને પણ ટિકિટ ખરીદી શકે છે. હાલમાં પેટીએમ ઇનસાઇડર પર કેટલીક ટીમોની ટિકિટ ઉપલબ્ધ થઈ ગઈ છે.

અન્ય ટીમો પણ તેને ધીરે ધીરે બહાર પાડી રહી છે. હાલમાં દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, પંજાબ અને હૈદરાબાદમાં રમાનારી તમામ મેચોની ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ છે.ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની મેચોની ટિકિટની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે અને તેની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ સુધી જઈ શકે છે. દરેક મેચની કિંમત અલગ-અલગ હોય છે. એક જ મેદાન પર અલગ-અલગ સીટોની કિંમત પણ અલગ-અલગ હોય છે. ચાહકો બુકિંગ સાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે.

આ પણ  વાંચો RCB Change Name: રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે આ નામે ઓળખાશે…

આ પણ  વાંચો 16 વર્ષમાં પહેલીવાર RCB બની Champion, ટીમે ટ્રોફીની સાથે ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કર્યો કબ્જો

આ પણ  વાંચો WPL 2024 Final: RCB એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું, WPL 2024 માં દિલધડક RCB ની જીત

 

Whatsapp share
facebook twitter