- વોશિંગ્ટનમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન યુએસ આર્મી પ્લેન ક્રેશ
- વ્હીડબે ટાપુ પર US ફાઈટર પ્લેન ક્રેશ
- દુર્ઘટનામાં 2 પાયલોટો ગુમ
અમેરિકામાં આર્મી ફાઈટર પ્લેન ક્રેશ થવાની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુએસ નેવી ફાઈટર પ્લેન વોશિંગ્ટનમાં સામાન્ય ટ્રેનિંગ ફ્લાઈટ ઉડાવી રહ્યું હતું. આ દરમિયાન તેને કોઈ કારણસર અકસ્માત નડ્યો. વ્હીડબે ટાપુ પર સ્થિત નેવલ એર બેઝ (NAS)એ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર બે પાયલોટ પ્લેનના ક્રેશ થયા ત્યારથી ગુમ છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે. તેમના વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
પ્લેન ક્રેશમાં પાયલોટ ગુમ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘ઈલેક્ટ્રોનિક એટેક સ્ક્વોડ્રન’નું EA-18G ગ્રોલર ફાઈટર એરક્રાફ્ટ મંગળવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 3.23 વાગ્યે માઉન્ટ રેનિયર નજીક ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે યુએસ નેવીના MH-60S હેલિકોપ્ટર સહિત સર્ચ ટીમોને NAS તરફથી Whidbey Island ખાતે રવાના કરવામાં આવી છે જેથી પ્લેનમાં સવાર પાયલોટને શોધવા અને ક્રેશ સાઇટનું નિરીક્ષણ કરવામાં આવે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવાર સવાર સુધી વિમાનના બંને પાયલોટનો પત્તો લાગ્યો ન હતો. તેમણે કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે! વિશ્વના સૌથી મોટા તાનાશાહે આપી દીધી ધમકી