- દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો
- આ પુરસ્કાર સ્વીડિશ એકેડમી દ્વારા આપવામાં આવે છે
- તેમના પિતા પ્રતિષ્ઠિત નવલકથાકાર છે
Nobel Prize 2024 : દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગે 2024 માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર જીત્યો છે, જે તેમના દેશ માટે ગૌરવની બાબત છે. 1970માં દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં જન્મેલી હાન કાંગ સાહિત્યિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા પણ પ્રતિષ્ઠિત નવલકથાકાર છે. હાન કાંગના ઊંડા કાવ્યાત્મક ગદ્ય જે ઐતિહાસિક આઘાતોનો સામનો કરે છે અને માનવ જીવનની નાજુકતાને સુંદર રીતે પ્રકાશિત કરે છે, તે માટે તેમને 2024 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સાહિત્યિક પરિવાર સાથે સંબંધ
આ પુરસ્કાર સ્વીડિશ એકેડમી દ્વારા આપવામાં આવે છે અને તેની કિંમત 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($1.1 મિલિયન) છે. હાન કાંગનો જન્મ 1970માં દક્ષિણ કોરિયન શહેર ગ્વાંગજુમાં થયો હતો પરંતુ તે 9 વર્ષની ઉંમરે તેના પરિવાર સાથે સિઓલમાં રહેવા ગઈ હતી. 53 વર્ષીય હાન કાંગ એક સાહિત્યિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા પણ પ્રતિષ્ઠિત નવલકથાકાર છે. નોબેલ સમિતિના જણાવ્યા અનુસાર, આ સન્માન હાન કાંગને તેમના “ઐતિહાસિક આઘાત અને માનવ જીવનની નાજુકતાને ઉજાગર કરતા ગહન કાવ્યાત્મક ગદ્ય” માટે આપવામાં આવ્યો છે. તેમના લેખનનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ માનવજીવનની જટિલતાઓ અને સંવેદનાઓને સરળ પણ કરુણ રીતે બહાર લાવે છે, જે વાચકોને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે. તેમના પ્રખ્યાત પુસ્તકોમાં “ધ વેજિટેરિયન,” “ધ વ્હાઇટ બુક,” “હ્યુમન એક્ટ્સ” અને “ગ્રીક લેસન”નો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં તેમણે માનવતા, સંઘર્ષ અને આંતરિક લાગણીઓને અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરી છે.
The 2024 Nobel Prize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.: The Nobel Prize pic.twitter.com/y3tvJazTuB
— ANI (@ANI) October 10, 2024
અન્ય નોબેલ પુરસ્કારની જાહેરાતો
અગાઉ, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ચિકિત્સા માટેના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રસાયણશાસ્ત્રમાં ડેવિડ બેકર, ડેમિસ હસાબીસ અને જ્હોન એમ. જમ્પરને પ્રોટીન માળખું અને કોમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇનના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ એવોર્ડ મળ્યો હતો. ભૌતિકશાસ્ત્રમાં જ્હોન જે. હોપફિલ્ડ અને જેફ્રી ઇ. હિન્ટનને કૃત્રિમ ન્યુરલ નેટવર્ક પર તેમના સંશોધન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Donald Trump એ PM મોદીના વખાણ કર્યા અને તેમને ‘શ્રેષ્ઠ વ્યક્તિ’અને તે મારા મિત્ર છે’