-
15 વર્ષ પહેલા તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો હતો
-
હોસ્પિટલમાં તેમના Sperm ના સેમ્પલ મૂકવામાં આવ્યા
-
હાલમાં વિશ્વમાં સ્વસ્થ શુક્રાણુઓની અછત છે
Telegram CEO: તાજેતરમાં Telegram ના CEO Pavel Durov (પાવેલ ડુરોવ) એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. Pavel Durov એ આ ચોંકાવનારી માહિતી Telegram ના માધ્યમથી લોકો સામે પ્રકાશિત કરી છે. જોકે આ કેટલું સત્ય છે તેની કોઈ સત્તાવાર માહિતી આપણી સામે આવી નથી. પરંતુ Pavel Durov ના કહ્યા પ્રમાણે તેમના 100 થી વધુ Biological છોકરાઓ છે. જોકે આ અંગે Pavel Durov એ Telegram પર આ ઘટનાને લગતી એક પોસ્ટ શેર કરી છે.
15 વર્ષ પહેલા તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો હતો
Pavel Durov એ જણાવ્યું છે કે, આશરે 15 વર્ષ પહેલા તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો હતો. તેમનો મિત્ર અને તેમની પત્ની કોઈ જાતીય કારણોસર બાળકને જન્મ આપવામાં અસક્ષમ સાબિત થઈ રહ્યા હતાં. ત્યારે Pavel Durov ને તેના મિત્ર અને તેની પત્નીએ તેમને Sperm Donation માટે માગ કરી હતી. પરંતુ તબીબો દ્વારા તેમને આ કાર્ય કરવા માટે એક નહીં, પરંતુ અનેકવાર Sperm Donation માટે આગ્રહ કરવામાં આવતો હતો. તબીબોએ Pavel Durov ને વધુમાં વધુ Sperm Donation કરવાનું એટલા માટે જણાવ્યું હતું કે, તેના કારણે વધારેમાં વધારે લોકોની મદદ થઈ શકે.
Today we learned that the Telegram CEO, Pavel Durov, has over 100 biological children. pic.twitter.com/B7G7slDyZ3
— Autism Capital (@AutismCapital) July 29, 2024
હોસ્પિટલમાં તેમના Sperm ના સેમપ મૂકવામાં આવ્યા
Sperm Donation નો વિચાર શરૂઆતી તબક્કાઓમાં Pavel Durov ને યોગ્ય ન લાગ્યો હતો. પરંતુ જોકે આ સમયગાળા દરમિયાન Pavel Durov એ Sperm Donation કરતા રહ્યા હતાં. ત્યારે Pavel Durov એ પોતાના Sperm ની મદદથી 12 દેશમાં 100 જેટલા બાળકોનો જન્મ કરાવવામાં મદદ કરી છે. જોકે Pavel Durov એ Sperm Donation બંધ કર્યા બાદ પણ અનેક હોસ્પિટલમાં તેમના Sperm ના સેમપ મૂકવામાં આવ્યા છે. જેની મદદથી દંપતિઓને બાળક જન્મમાં મદદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વખુ એકવાર Elon Musk એ Meta ના માલિકને MMA Fight માટે આપ્યો પડકાર!
હાલમાં વિશ્વમાં સ્વસ્થ શુક્રાણુઓની અછત છે
Pavel Durov એ એમ પણ કહ્યું કે તેઓ તેમની DNA ની માહિતી સાર્વજનિક કરવાની તૈયારી કરી રહ્યા છે, જેથી તેમના Biological બાળકો એકબીજાને શોધવામાં મદદ કરી શકે. તેમણે કહ્યું કે તેમણે જે કર્યું તેના માટે તેમને પોતાના પર ગર્વ છે. હાલમાં વિશ્વમાં સ્વસ્થ શુક્રાણુઓની અછત છે. Sperm Donation તેમના માટે જોખમી કામ હતું, પરંતુ પોતાની જવાબદારી નિભાવવામાં શરમાયા નહીં.