- સૂતી હાલતમાં દુષ્કર્મ: શખ્સે આપ્યું અનોખું બહાનું
- “ખબર નથી, સપનામાં થયું”: દુષ્કર્મનો ચોંકાવનારો દાવો
- શખ્સે કહ્યું – “આ બધું સપનામાં થયું”
Rape while she is Sleeping : આજે સમગ્ર વિશ્વમાં દુષ્કર્મને લઇને કડક કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. તેમ છતા આ આંકડાઓમાં કોઇ એટલો મોટો ફેરફાર થયો નથી. ઘણા કિસ્સાઓ એવા હોય છે કે, જે તમારા રૂંવાટા ઉભા કરી દે જ્યારે ઘણા કિસ્સાઓમાં તમે તમારું માથું ખંજવાડવા લાગશો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક શખ્સે સૂતી વખતે મહિલાઓ પર દુષ્કર્મ (Rape) ગુજાર્યો હતો. જીહા, ઈસ્ટ કોસ્ટ કોલેજ, ગ્રેટ યાર્માઉથમાં ફિલ્મ સ્ટૂડિયોમાં અભ્યાસ કરી રહેલા કોનોર યાક્સલી પર બે મહિલાઓ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ મુજબ, યાક્સલીએ સૂતી વખતે સપનામાં આ બંને મહિલાઓ સાથે દુષ્કર્મ (Rape) ગુજાર્યો હતો.
સૂતી હાલતમાં મહિલાઓ પર દુષ્કર્મ
પીડિતાઓમાંની એક મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે યાક્સલીએ 4 વખત સૂતી વખતે સપનામાં તેની સાથે શારીરિક સંબંધ (Physical Relation) બાંધ્યા હતા. તેણે દાવો કર્યો કે યાક્સલીએ વારંવાર આ ઘટનાને સપનું જોવાનું બહાનું આપીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી મહિલાએ પણ આવી જ ઘટનાઓનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, તે બે વખત ગાઢ નિંદ્રામાંથી જાગી હતી અને યાક્સલી તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું કે, “મને લાગ્યું કે યાક્સલી સૂઈ રહ્યો છે અને મેં તેને જગાડીને પૂછ્યું કે આવું કેમ થઈ રહ્યું છે? તેણે કહ્યું કે તેને સ્વપ્નમાં તે શું કરે છે તે તેને યાદ નથી, તે ખૂબ જ દુઃખી છે તે જાણતો નથી કે તે શું કરી રહ્યો છે.” બીજી તરફ મહિલાએ કહ્યું કે જ્યારે તે ત્રીજી વખત જાગી ત્યારે તેણે જોયું કે યાક્સલી તેને પકડી રહ્યો છે અને પછી તેણે સેક્સ માટે સંમતિ આપી.
સપનામાં દુષ્કર્મ
યાક્સલીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, યાક્સલીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે આ બધું જાણ્યા વિના કરતો હતો કારણ કે તે સપનું જોઇ રહ્યો હતો. યાક્સલીએ સત્તાવાળાઓ સમક્ષ દાવો કર્યો હતો કે જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તે એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઉઠતા પ્રશ્નો એ છે કે શું સપનામાં થતી ઘટનાઓ માટે વ્યક્તિ જવાબદાર ગણી શકાય? શું સપનાનું બહાનું આવા ગંભીર આરોપોથી છટકી જવા માટે વાજબી છે? આ કેસ કાયદાની દુનિયામાં એક નવી ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: US : ભારતીય ડોક્ટરનો કાંડ જાણી તમે પણ ચોંકી જશો, મળ્યા 13,000 થી પણ વધુ અશ્લિલ વીડિયો…