- અમે શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ: PM મોદી
- ‘સ્વતંત્ર અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક અમારી પ્રાથમિકતા’
- ક્વાડ ભાગીદારી અને સહયોગ માટે છે: PM મોદી
- ચીન દુનિયામાં પોતાનું એકતરફી વર્ચસ્વ ઈચ્છે છે
QUAD meeting: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકા ખાતે ક્વાડ શિખર સભાની શરૂઆતમાં ચીન પર વાક્ પ્રહાક કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ક્વાડ સક્રિય રહેવા માટે રચાયેલ છે અને તે કોઈના વિરુદ્ધ નથી. તેમણે નામ ન લઈ આવતાં ચીને નિશાન બનાવતા કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સ્વાધીનતા માટે ઊભા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ‘દુનિયામાં સંઘર્ષ ચાલુ છે અને ક્વાડ દરેક સંઘર્ષનું શાંતિપૂર્વક નિરાકરણ કરવા ઈચ્છે છે.’
#WATCH | At the Quad Summit, Prime Minister Narendra Modi says “Our meeting is taking place at a time when the world is surrounded by tensions and conflicts. In such a situation, the QUAD’s working together on the basis of shared democratic values is very important for the… pic.twitter.com/OGFFw3ICer
— ANI (@ANI) September 21, 2024
અમે શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ: PM મોદી
વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘સહાયક લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું એ તમામ માનવતા માટે મહત્વપૂર્ણ છે. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ. તેમણે વધુમાં કહ્યું, ‘મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક એ અમારી સહિયારી પ્રાથમિકતા અને સહિયારી પ્રતિબદ્ધતા છે. અમે સાથે મળીને આરોગ્ય, સલામતી, ઉભરતી ટેક્નોલોજી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે.
આ પણ વાંચો: Joe Biden એ તેમના નિવાસ પર વડાપ્રધાન મોદીની મહેમાનદારી કરી, અમેરિકામાં મોદીના થયા ભરપૂર વખાણ
ક્વાડ સમિટ અંગે પીએમ મોદીએ ખાસ વાત જણાવી
ભારતમાં ક્વાડ સમિટ અંગે પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે “અમારું સંદેશ સ્પષ્ટ છે. ક્વાડ સહાય, ભાગીદારી અને પૂરક બનવા માટે છે. હું ફરી એકવાર પ્રમુખ બાઇડન અને મારા તમામ સહયોગીઓને અભિનંદન પાઠવું છું. 2025માં ભારતમાં ક્વાડ નેતાઓની સમિટ યોજવા અંગે અમને આનંદ છે.” આ વર્ષે ક્વાડ નેતાઓની શિખર સેમિનાર પહેલા ભારતમાં યોજાવાની યોજના હતી, પરંતુ અમેરિકાના પ્રમુખ બાઇડન આ કાર્યક્રમને તેમના ગૃહગામે યોજવા ઇચ્છતા હતા. બાઇડન માટે આ શિખર સમમેલન વિદાયના સ્વરૂપે છે, કારણ કે તેમના પ્રમુખપદનું કાર્યકાળ પૂરૂં થવા જઇ રહ્યું છે.
આ પણ વાંચો: US Air Force એ પરમાણુ બોમ્બથી સજ્જ એરક્રાફ્ટને કર્યું તૈયાર, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયાના પ્રમુખે પણ ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વ્યાખ્યા આપી
હિંદ મહાસાગરમાં ભારતના નૌકાદળની પ્રવૃત્તિઓને લઇને ક્વાડ દેશોએ ભારતની પ્રશંસા કરી. જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના આયોજનમાં પીએમ મોદીની પહેલને પ્રશંસા કરી, જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રમુખે પણ ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વ્યાખ્યા આપી. આ રીતે, ક્વાડના નેતાઓએ એકત્રિત થઈને વિશ્વમાં શાંતિ અને સહકાર માટે ભારતની ભૂમિકા અંગે તેમના વ્યૂહોને સ્પષ્ટ કર્યા છે.
આ પણ વાંચો: ભારતને મનાવવા બાંગ્લાદેશના ધમપછાડા, 3000 ટન હિલ્સા માછલીઓ મોકલશે