- જાપાનમાં સત્તાધારી પાર્ટીના મુખ્યાલય પર બોમ્બ હુમલો
- સત્તા પક્ષના હેડક્વાર્ટર પર બોમ્બ ફેંકાયો
- જાપાનમાં શરૂ થયો રાજકીય હિંસાનો નવો કિસ્સો
Bomb attack in Japan : આજે સવારે જાપાનની સત્તાધારી પાર્ટીના હેટક્વાર્ટર પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દોડધામ મચી ગઇ હતી. ઘટના સમયે હાજર લોકો અચાનક થયેલા હુમલા (Attack) થી ખૂબ જ ડરી ગયા અને આમ તેમ દોડવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર, એક સંદિગ્ધ શખ્સે બોમ્બ (Bomb) ફેંક્યા હતા. તેણે એકથી વધુ બોમ્બ ફેંક્યા હતા, જોકે આ ઘટના બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં કોઇ શખ્સને ઇજા થઇ હોવાના સમાચાર નથી.
હુમલા પાછળનો હેતુ સ્પષ્ટ નથી
જણાવી દઇએ કે, ટોક્યો પોલીસે આ સમગ્ર ઘટના અંગે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે માત્ર એટલું જ કહેવું જરૂરી સમજ્યું કે, જે ઘટના બની હતી તેની તપાસ હજુ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, જે શખ્સે હુમલો કર્યો હતો તેણે તેની કાર નજીકની વાડમાં ઘૂસાડી દીધી હતી. જોકે, આ સમગ્ર હુમલા પાછળનો હેતુ શું હતો તે હજું સ્પષ્ટ થયું નથી. આપને જણાવી દઇએ કે, શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી શંકાસ્પદ ધિરાણ અને કરચોરીના કૌભાંડોને કારણે સામાન્ય લોકોમાં ઝડપથી લોકપ્રિયતા ગુમાવી રહી છે. પક્ષે પણ હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. દેશની સંસદના નીચલા ગૃહ માટે 27 ઓક્ટોબરે મતદાન થશે. સત્તાધારી પક્ષે સત્તાવાર રીતે કેટલાક કલંકિત નેતાઓ પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે પરંતુ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
Japan: Man crashes van into PM Office, throws cocktails at ruling party headquarters; arrested
Read @ANI Story | https://t.co/8s6aQgybk3#japan #ldp #attacks pic.twitter.com/LLCIyGQvH4
— ANI Digital (@ani_digital) October 19, 2024
લિબરલ ડેમોક્રેટ્સ લાંબા સમયથી સત્તા પર
ઉલ્લેખનીય છે કે, જાપાનમાં એક પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સ લાંબા સમયથી સત્તા પર છે. જોકે, બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા મહાવિનાશકારી હુમલાથી જાપાનને આર્થિક મહાસત્તા બનાવવામાં આ પાર્ટીએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની 2022 માં હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ સંસદીય ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરતા ભાષણ આપી રહ્યા હતા. હત્યારાએ હાથથી બનાવેલી બંદૂકનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તે આબે પર ગુસ્સે છે કારણ કે તેની માતાએ પરિવારના તમામ પૈસા યુનિફિકેશન ચર્ચને આપી દીધા હતા અને તે આબેને તે ચર્ચ સાથે સંકળાયેલો માનતો હતો.
આ પણ વાંચો: વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો, 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત; ભારતમાં કેટલા?