+

Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત

પેજર બ્લાસ્ટ: ઇઝરાયલે યુદ્ધની નવી શૈલી અપનાવી હિઝબુલ્લાને ઇઝરાયલની કડક ચેતવણી ઇઝરાયલનો રણનીતિક હુમલો: હંગેરિયન પેજરથી હિઝબુલ્લાને નિશાન Pager Blast in Lebanon : લેબનોનમાં પેજર વિસ્ફોટોમાં થયેલા નુકસાનને કારણે હાલની…
  • પેજર બ્લાસ્ટ: ઇઝરાયલે યુદ્ધની નવી શૈલી અપનાવી
  • હિઝબુલ્લાને ઇઝરાયલની કડક ચેતવણી
  • ઇઝરાયલનો રણનીતિક હુમલો: હંગેરિયન પેજરથી હિઝબુલ્લાને નિશાન

Pager Blast in Lebanon : લેબનોનમાં પેજર વિસ્ફોટોમાં થયેલા નુકસાનને કારણે હાલની પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે. આ વિસ્ફોટો ‘યુદ્ધના નવા તબક્કા’ની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે, જ્યાં ઈઝરાયલે પણ આવા જ સંકેતો આપ્યા છે. આ વિસ્ફોટમાં લગભગ 4000 લોકો ઘાયલ થયાના અહેવાલો છે. આ ઘટના પછી હિઝબુલ્લાએ સતત જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. બુધવારે પણ લેબનોનના ઘણા ભાગોમાં ઈલેક્ટ્રોનિક સાધનોમાં વિસ્ફોટ થતા 14 લોકોના મૃત્યુ થયા હતા.

ઈઝરાયેલની જાહેરાત: યુદ્ધના નવા તબક્કાની શરૂઆત

માહિતી અનુસાર, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે બુધવારે જાહેર કર્યું કે તેઓ યુદ્ધના ‘નવા તબક્કા’માં પ્રવેશી રહ્યા છે. તેમણે આ વિશે જણાવ્યું કે આ તબક્કામાં આગળ વધવા માટે હિંમત, દ્રઢ સંકલ્પ અને મક્કમતા જરૂરી છે. ઈઝરાયેલે હિઝબુલ્લાની તાકાત સામે નવી યોજનાઓ ઘડી છે અને આ તબક્કામાં તે વધુ ગંભીર પગલાં ભરશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ સાથે, ઇઝરાયેલના આર્મી ચીફ હેર્જી હલેવીએ પણ જણાવ્યું કે, તેમની પાસે અનેક ‘ક્ષમતાઓ’ છે, જેનો તેમણે અત્યાર સુધી ઉપયોગ પણ કર્યો નથી. તેમની આ ટિપ્પણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે હિજબુલ્લા સાથેના સંઘર્ષને વધુ વિકરાળ બનાવવા તરફ ઈશારો કરી રહી છે.

પેજર બ્લાસ્ટ બાદ વોકી-ટોકી વિસ્ફોટ

પેજર બ્લાસ્ટના એક દિવસ બાદ બુધવારે વોકી-ટોકી વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં લગભગ 14 લોકોના મોત થયા હતા. ખાસ વાત એ છે કે આ ઉપકરણોનો ઉપયોગ હિઝબુલ્લાના સભ્યો કરતા હતા. લેબનોનના આંતરિક સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે મંગળવારે દેશભરમાં અનેક સ્થળોએ સંચાર સાધનોમાં વિસ્ફોટ થયો હતો. હિઝબુલ્લાના નેતૃત્વનો આરોપ છે કે ઇઝરાયેલ તરફથી છેડછાડ કરવામાં આવી હતી.

યુદ્ધના તબક્કાવાર આયોજન અને તેની અસર

રોઇટર્સ સાથે વાત કરતા ઈઝરાયલના પ્રતિનિધીએ કહ્યું કે તેઓ તબક્કાવાર યુદ્ધના આયોજનમાં આગળ વધી રહ્યા છે. દરેક તબક્કા પર, હિઝબુલ્લા દ્વારા ચૂકવવામાં આવતી કિંમત વધુ હશે. આનો અર્થ એ થાય છે કે ઈઝરાયેલ હિઝબુલ્લાની પ્રક્રિયાઓને રોકવા માટે વધુ ગાઢ આક્રમક નીતિ અપનાવશે. આ નવી દિશામાં આગળ વધતા, બંને પક્ષો વચ્ચેનો તણાવ વધુ ઊંડો થવાનો ભય છે, અને લેબનોનની સ્થિતિમાં વધુ વિસ્ફોટો અને જાનમાલની ભારે હાનિ થવાની શક્યતા છે. આ ઘર્ષણમાં સતત વધી રહેલા તણાવને કારણે લેબનોનના નિર્દોષ નાગરિકોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.

પેજર કોણે બનાવ્યા?

લેબનોન અને સીરિયામાં વિસ્ફોટ થયેલા પેજર્સ હંગેરિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા, સંભવતઃ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહના સંચાર નેટવર્કને નિશાન બનાવવાનો હેતુ હતો. કંપનીનું મુખ્ય મથક હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં છે. બુધવારે તાઇવાનની કંપની ગોલ્ડ એપોલો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, AR-924 પેજરનું નિર્માણ BAC કન્સલ્ટિંગ Kft દ્વારા કરવામાં આવ્યું હતું, જે હંગેરિયન રાજધાનીમાં સ્થિત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સહકાર કરાર મુજબ, અમે BAC ને નિર્દિષ્ટ પ્રદેશો (લેબનોન અને સીરિયા) માં ઉત્પાદનના વેચાણ માટે અમારી બ્રાન્ડના ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ ઉત્પાદનના નિર્માણ માટે માત્ર BAC  જવાબદાર છે.

આ પણ વાંચો:   Pager Blast in Lebanon : પેજર શું છે અને કેવી રીતે કરે છે કામ? ઈઝરાયેલે હેક કર્યું હોવાનો દાવો

Whatsapp share
facebook twitter