+

હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો, 150 થી વધુ ઠેંકાણા નષ્ટ કર્યા

મિડલ ઇસ્ટમાં તંગ વાતાવરણ લેબનનમાં ઈઝરાયલના હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા Israeli airstrike on Hezbollah : મંગળવારની રાત્રીએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઇલથી…
  • મિડલ ઇસ્ટમાં તંગ વાતાવરણ
  • લેબનનમાં ઈઝરાયલના હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન
  • 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા

Israeli airstrike on Hezbollah : મંગળવારની રાત્રીએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઇલથી હુમલો (missile attack) કરવામાં આવ્યો હતો, જે પછી મિડલ ઇસ્ટ (Middle East) માં વાતાવરણ તંગ બની ગયું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઇઝરાયેલી સેના (Israeli army) એ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેંકાણાઓ પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા લક્ષિત હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ હેડક્વાર્ટર, હથિયારોના સંગ્રહ સુવિધાઓ અને રોકેટ લોન્ચર્સ સહિત 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા છે.

ઈઝરાયેલે આજે હિઝબુલ્લા પર કર્યો હુમલો

આ દરમિયાન મોટી સંખ્યામાં આતંકીઓ પણ માર્યા ગયા છે. જો કે, તેમના નંબર વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. 1 ઓક્ટોબરે તેલ અવીવ પર ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે આજે હિઝબુલ્લા પર આ હુમલો કર્યો છે. ઈઝરાયેલે પણ ઈરાન સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે અમારા સૈનિકોએ IAFના સહયોગથી સરહદની નજીક આતંકવાદીઓને ખતમ કરી દીધા છે અને ચોકસાઇ-માર્ગદર્શિત હથિયારો અને પ્રવૃત્તિઓ દ્વારા હિઝબુલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે.

હિઝબુલ્લાહના આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે

જેમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર્સ, વિસ્ફોટક સ્ટોર્સ અને વધારાના લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે, જે ઇઝરાયેલી દળો દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઇરાની હુમલા છતાં ઇઝરાયેલી દળો લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યાંકો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. ઈઝરાયેલની સેના પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે, જેમાં હિઝબુલ્લાહના આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:  Iran-Israel Conflict : મિસાઈલ હુમલા વચ્ચે કપલના લગ્નનો ફોટો વાયરલ

Whatsapp share
facebook twitter