- ઇઝરાયલે લેબનોનમાં ફરી આતંક મચાવ્યો
- 120 થી વધુ આતંકવાદી ઠેંકાણાઓને નિશાન બનાવ્યા
- 60 મિનિટમાં હિઝબુલ્લાના 120 ઠેકાણાઓને નષ્ટ કર્યા
ઇઝરાયેલી સેના લેબનોન અને ગાઝામાં હિઝબુલ્લાહ અને હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહી છે. થોડા દિવસો પહેલા, ઇઝરાયેલી સેનાએ એક સાથે લેબનોનમાં 1600 ઠેંકાણાઓ પર હુમલો કર્યો હતો અને હિઝબુલ્લાહને જોરદાર ફટકો આપ્યો હતો. હવે ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં ફરી આતંક મચાવ્યો છે. તેની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે સોમવારે IAFએ હિઝબુલ્લાહના 120 ઠેંકાણાઓને નષ્ટ કર્યા છે.
120 થી વધુ આતંકવાદી ઠેકાણાઓને બનાવ્યા નિશાન
ઇઝરાયેલી સૈનાએ જણાવ્યું હતું કે, તેણે સોમવારે વ્યાપક હુમલામાં 60 મિનિટના સમયગાળામાં દક્ષિણ લેબેનોનમાં 120 થી વધુ હિઝબુલ્લાહના ઠેંકાણાને નિશાન બનાવ્યા અને તેનો નાશ કર્યો હતો. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “IAF (એર ફોર્સ) એ એક વિશાળ હવાઈ કાર્યવાહી શરૂ કરી અને એક કલાકની અંદર દક્ષિણ લેબનોનમાં 120 થી વધુ આતંકવાદી ઠેકાણાઓ પર ત્રાટકી હતી. ઈરાને સોમવારે ઈઝરાયેલ પર હમાસના 7 ઓક્ટોબરના હુમલાને પેલેસ્ટાઈનીઓ માટે ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીએ સોશિયલ મીડિયા પર લખ્યું – “અલ-અક્સા” ઓપરેશને ઝિઓનિસ્ટ શાસનને 70 વર્ષ પાછળ ધકેલી દીધું છે. જણાવી દઈએ કે, ગત વર્ષે 7 ઓક્ટોબરે હમાસે દક્ષિણ ઈઝરાયેલ પર 20 મિનિટમાં 5000થી વધુ મિસાઈલો છોડી હતી અને 1200 લોકોના મોત થયા હતા. આ પછી, તેઓએ સરહદમાં ઘૂસણખોરી કરી અને વ્યાપક નરસંહાર કર્યો હતો. 250 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને સેંકડો લોકોને માર્યા હતા.
લેબનોન હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
લેબનોનના વિવિધ વિસ્તારોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 11 લોકો માર્યા ગયા છે અને 17 અન્ય ઘાયલ થયા છે. લેબનીઝ અધિકારી અને સૈન્ય સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ઇઝરાયેલના હુમલામાં 11 લેબનીઝ માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર માઉન્ટ લેબનોન ગવર્નરેટના એલે જિલ્લાના કેફૌન ગામમાં રહેણાંક મકાન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયેલના અન્ય એક હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Hamas Attack ને 1 વર્ષ પૂર્ણ, યુદ્ધ ઠરશે કે વધુ વકરશે…?