- ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલોથી કર્યો હુમલો
- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના તણાવ વચ્ચે કપલનો લગ્નનો ફોટો વાયરલ
- બંકરમાં પણ લગ્નનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
Iran-Israel Conflict : મંગળવારે રાત્રીના સમયે ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક 200 જેટલી મિસાઈલોથી અટેક કર્યો હતો. જેના કારણે મિડલ ઈસ્ટમાં તણાવ હવે વધી ગયો છે. વળી એવી પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, આવનારા સમયમાં આ તણાવ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ઈરાન (Iran) નું કહેવું છે કે મંગળવારે રાત્રે તેના દ્વારા છોડવામાં આવેલી લગભગ 200 મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલો ઈઝરાયેલમાં પડી અને તેને ભારે નુકસાન થયું. જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે વધારે નુકસાન થયું નથી. માત્ર થોડી ઇમારતોને નુકસાન થયું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા. હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પણ આ વચ્ચે એક વીડિયો એવો પણ વાયરલ થયો છે જેમા એક કપલ આવા તંગ વાતાવરણમાં પણ લગ્ન કરી રહ્યું છે.
આ પણ વાંચો: ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu
મિસાઇલ હુમલા વચ્ચે કપલના લગ્નના ફોટા વાયરલ
અત્યાર સુધી હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું જેમા હવે ઈરાને એન્ટ્રી કરી દીધી છે. ગત રાત્રીએ ઈઝરાયેલ પર મિસાઇલ હુમલો કરી ઈરાને પણ સંકેત આપી દીધા છે કે તે હિઝબુલ્લાહની પડખે છે અને તેની સપોર્ટમાં ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરશે. બંને દેશોના હુમલાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈરાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈઝરાયેલમાં મિસાઈલ પડતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ઈઝરાયેલે મિસાઈલોને નષ્ટ કરવાનો વીડિયો શેર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયેલની કેટલીક આશ્ચર્યજનક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલની મિસાઈલ આકાશમાં દેખાઈ રહી છે અને નીચે ઈઝરાયેલી કપલ લગ્ન કરી રહ્યું છે. આ ફોટો ક્યારે લેવામાં આવ્યો તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. જોકે, તેને શેર કરનાર યુઝરે દાવો કર્યો છે કે આ મંગળવારની રાતનો ફોટો છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.
Hundreds of Iranian missiles couldn’t stop this Jewish couple from getting married.
Their Chuppah ceremony took place in safe room during the Iranian missile attack.
LOVE wins.
We ARE Dancing Again. pic.twitter.com/OzZGd9NRzH
— Daniel Kraus (@rabbidkraus) October 1, 2024
બંકરમાં લગ્ન
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે એક કપલ બંકરમાં લગ્ન કરતું હોવાના સમાચાર સામે આવ્યા છે. X પર આવો જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બંકરમાં લગ્ન કરતા જોવા મળે છે. ફોટો શેર કરતા યુઝરે લખ્યું કે, ‘સેંકડો ઈરાની મિસાઈલો પણ આ યહૂદી કપલને લગ્ન કરતા રોકી શકી નથી. તેમના લગ્ન ઈરાની મિસાઈલ હુમલા દરમિયાન સુરક્ષિત રૂમમાં યોજાયા હતા. પ્રેમની જીત થઇ. હુમલાની વચ્ચે પણ અમે ડાન્સ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: હવે ઈઝરાયેલ રહેશે અથવા તો ઈરાન : ઇઝરાયેલ રક્ષામંત્રી