- ઇઝરાયેલી સેના અને હિઝબુલ્લાહ વચ્ચેના ઉગ્ર હમલા
- બેરૂતમાં ભારતીય દૂતાવાસની આગાહી
- વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી
Israel-Lebanon war : ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક થઇ રહ્યું છે. ત્યારે યુદ્ધના કારણે મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ (Tension) માં સ્પષ્ટપણે વધારો જોવા મળી રહ્યો છે. ભારતના બેરૂત દૂતાવાસે, ભારતીય નાગરિકો (Indian citizens) ને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. આ સુચના એડવાઈઝરી ફોર્મેટ (advisory format) માં જારી કરવામાં આવી છે, જેમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય નાગરિકોએ, જે લેબનોનમાં હાજર છે, તેમણે જલ્દી જ આ દેશ છોડવાનું મન બનાવવું જોઈએ.
સલાહ અને સૂચનાઓ
દૂતાવાસે એક ટ્વિટની મદદથી અહીં રહેતા ભારતીઓને સંદેશ આપ્યો છે કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરવા અને ત્યાં રહેલા તમામ નાગરિકોને લેબનોન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર અટક્યા હોય, તો તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ જલ્દી જ શક્ય હલચલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.’ હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે લગભગ એક વર્ષ થઈ ગયો છે, પરંતુ હાલની સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ઇઝરાયેલી સેના હવે હિઝબુલ્લાહને સ્પષ્ટ રૂપે નિશાન બનાવી રહી છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હુમલાઓમાં, લેબનોનમાં અત્યાર સુધી અંદાજે 600 જેટલા લોકોના મોત થયાં છે, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. લેબનાના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આ હુમલાને ‘નરસંહાર’ તરીકે ગણાવ્યો છે.
Indian Embassy in Beirut urges nationals to avoid travelling to Lebanon amid rising violence
Read @ANI Story | https://t.co/MPmyqo9ehX#IndianEmbassy #Lebanon #Advisory pic.twitter.com/dWp159cO48
— ANI Digital (@ani_digital) September 25, 2024
સતત હુમલાઓ
ઇઝરાયેલી સેના ઘણા મહિનાઓથી લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર બોમ્બિંગ કરી રહી હતી. 17 સપ્ટેમ્બરે, જ્યારે ઇઝરાઇલના નાગરિકોને સ્વદેશમાં પાછા ફરવાની સુચના આપી, ત્યારથી એવું લાગતું હતું કે ઇઝરાયેલ લેબનોનમાં એક મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યું છે અને તે જ દિવસે, હિઝબોલ્લાહ લડવૈયાઓ વાતચીત કરવા માટે જે પેજર્સનો ઉપયોગ કરી રહ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હમલાઓમાં વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના વિવિધ સ્થળોએ વિસ્ફોટક હુમલા કરી રહી હતી. 20 સપ્ટેમ્બરએ બેરૂતમાં એક મોટો હુમલો થયો, જેમાં હિઝબુલ્લાહના રદવાન યુનિટને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.
વધતા મૃતકોની સંખ્યા
આ હુમલાઓનું પરિણામ છે કે ઇઝરાયેલી સેના આ યુદ્ધમાં હિઝબુલ્લાહના 10 વરિષ્ઠ કમાન્ડરોને મારવાના દાવા કરી રહી છે. 23 સપ્ટેમ્બરે, દક્ષિણ લેબનોનમાં કરવામાં આવેલ આ હુમલો અનેક દાયકાઓમાં સૌથી ખરાબ ગણાવાયું છે, જેના પરિણામે લગભગ 600 જેટલા લોકો મોતના ઘાટ ઉતરી ગયા છે. આ તણાવ અને હુમલાઓને ધ્યાને લઈ, લોકોમાં એક અત્યંત અશાંત અને ભયભીત પરિસ્થિતિ સર્જાઇ છે, જેનો કોઇ ચોક્કસ ઉકેલ મળી રહ્યો નથી.
આ પણ વાંચો: ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની તોડી કમર, હુમલામાં ટોચના કમાન્ડરનું મોત