+

મિસાઈલ હુમલા વચ્ચે ભારતીય સેનાનું ઓપરેશન, ઈઝરાયલના ઘાયલ સૈનિકનું કરાયું રેસ્ક્યુ

રોકેટ હુમલા વચ્ચે ભારતીય સેનાનું ઓપરેશન ઈજાગ્રસ્ત જવાનને ઈઝરાયેલમાંથી રેસ્ક્યુ કરાયું 30 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો જવાન Indian Army: ભારતીય સેનાની (Indian Army)ટીમે ઈઝરાયલ (Israel)ના એક ઘાયલ સૈનિકને બચાવ્યો…
  • રોકેટ હુમલા વચ્ચે ભારતીય સેનાનું ઓપરેશન
  • ઈજાગ્રસ્ત જવાનને ઈઝરાયેલમાંથી રેસ્ક્યુ કરાયું
  • 30 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો જવાન

Indian Army: ભારતીય સેનાની (Indian Army)ટીમે ઈઝરાયલ (Israel)ના એક ઘાયલ સૈનિકને બચાવ્યો છે. તે એક મહિનાથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ હતો. ઈજાગ્રસ્ત થયા બાદ તેને UNDOF ગોલાન હાઈટ્સ(Golan Heights)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેની તબિયત સ્થિર છે. સેનાની ટીમ તેને C 130 Air Ambulance થી ભારત લઈને પહોંચી અને બાદમાં તેને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ રેસ્ક્યુ મિશન વાયુ સેના અને અન્ય એજન્સીએ હાથ ધર્યુ હતું

આ રેસ્ક્યુ મિશનમાં (Army Rescue Soldier)લેફ્ટનન્ટ કર્નલ અનુજ સિંહની સાથે દિલ્હી કેન્ટ સ્થિત બેઝ હોસ્પિટલના બે પ્રશિક્ષિત પેરામેડિક્સ પણ સામેલ હતા. આ પડકારજનક રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય વાયુ સેના, વિદેશ મંત્રાલય અને અન્ય એજન્સીઓએ મળીને કામગીરી હાથ ધરી હતી.

આ પણ  વાંચો –Israel Hezbollah War : ઈઝરાયેલે ફરી લેબનોન પર કર્યો ઘાતક હુમલો, 23 સીરિયન નાગરિકોના મોત

30 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો જવાન

હવાલદાર સુરેશ આરને 20 સપ્ટેમ્બરે ઈઝરાયલની લેવલ 1 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘાયલ સૈનિકની ઓળખ કરવામાં વિલંબ થયો હતો. બાદમાં તેની ઓળખ થઈ હતી અને ભારતને તેની જાણ કરવામાં આવી હતી. તેની હાલત ધીમે ધીમે સ્થિર થઈ છે. આ પછી તેને ભારત લાવવાની યોજના બનાવવામાં આવી હતી, જ્યાં તેની વધુ સારવાર કરવામાં આવશે. હવાલદાર સુરેશ 30 દિવસ સુધી હાઈવાની રામબામ હોસ્પિટલમાં દાખલ હતો. હવાલદાર સુરેશને 22 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમને 20 સપ્ટેમ્બર સુધી દાખલ હતો.

આ પણ  વાંચો Pakistan : શિયા-સુન્ની આવ્યા આમને-સામને, હિંસામાં 25 લોકોના મોત

દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

C-130 એર એમ્બ્યુલન્સ 26 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 01.20 વાગ્યે તેલ અવીવથી નીકળી હતી અને સવારે 10 વાગ્યે ગુજરાતના જામનગર પહોંચી હતી. ત્યારબાદ ત્યાંથી હવાલદાર સુરેશને એરલિફ્ટ કરીને દિલ્હીના પાલમ લઈ જવામાં આવ્યો. બપોરે 2 વાગ્યે તેમને પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને બપોરે 3 વાગ્યે તેમને આર્મી હોસ્પિટલ આર એન્ડ આરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની વધુ સારવાર કરવામાં આવશે.

Whatsapp share
facebook twitter