+

India Canada Relations : ટ્રુડોની અસલિયત આવી સામે! નિજ્જર હત્યાકાંડમાં ભારતને પુરાવા ન આપ્યાનું કબૂલ્યું

અંતે સામે આવી જ ગઈ જસ્ટિન ટ્રૂડોની અસલિયત નિજ્જર હત્યાકાંડમાં ભારતને પુરાવા ન આપ્યાનું કબૂલ્યું ભારતને માત્ર ઇન્ટેલ આપી હોવાની કરી કબૂલાત ભારતે પુરાવા માગ્યા પણ અમે આપ્યા નહી: ટ્રૂડો…
  • અંતે સામે આવી જ ગઈ જસ્ટિન ટ્રૂડોની અસલિયત
  • નિજ્જર હત્યાકાંડમાં ભારતને પુરાવા ન આપ્યાનું કબૂલ્યું
  • ભારતને માત્ર ઇન્ટેલ આપી હોવાની કરી કબૂલાત
  • ભારતે પુરાવા માગ્યા પણ અમે આપ્યા નહી: ટ્રૂડો
  • અત્યાર સુધી ભારતને પુરાવા આપ્યાનું કર્યું હતું રટણ
  • નિજ્જર હત્યાકાંડમાં ટ્રૂડોના નિર્ણયો સવાલોના ઘેરામાં

India Canada Relations : પોતાની જ કહી વાત પરથી ફરી જવું કોઇ કેનેડાના વડાપ્રધાન પાસેથી શીખી શકે છે. જીહા, તાજેતરમાં તેમણે એક નિવેદન આપી પોતાના પગ પર કૂલ્હાડી મારી દીધી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાએ ભારતને નક્કર પુરાવા આપ્યા નથી. બુધવારે, ટ્રુડોએ વિદેશી હસ્તક્ષેપની તપાસ સમક્ષ જુબાની આપતા સ્વીકાર્યું કે તેમણે ફક્ત ગુપ્ત માહિતી પર આધાર રાખીને આ મામલે વાત કરી હતી.

ગુપ્તચર સેવાઓ દ્વારા મળેલી માહિતી

જસ્ટિન ટ્રુડોએ જણાવ્યુ કે, ઉનાળામાં કેનેડાની ગુપ્તચર સેવાઓ દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી કે સરકાર નિજ્જરની હત્યામાં સામેલ છે, પરંતુ તે વખતે આ મુદ્દો માત્ર ગોપનીય માહિતીઓ પર આધારિત હતો. ઓગસ્ટમાં, 5-આઈજીએ દસ્તાવેજી રૂપમાં માહિતી આપી હતી કે ભારત સામેલ છે. કેનેડાની ધરતી પર ભારતીય એજન્ટો સામેલ હતા અને તેમને કહ્યું કે આમાં તમારી સુરક્ષા એજન્સીઓની સંડોવણી અંગે અમને ખરેખર ચિંતા છે. અમારી તપાસ પ્રત્યે ભારતની પ્રતિક્રિયા અમારી સરકારની વિરુદ્ધ હુમલાના બે ગણું કરવાનું હતું. અમે ભારતને કહ્યું કે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ તે સમયે આ ગુપ્ત માહિતી હતી… ભારતે અમારી સરકાર અને શાસનને નબળું પાડ્યું… આ સ્પષ્ટ સંકેતો હતા કે ભારતે અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.

ટ્રુડોએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કર્યો ઉલ્લેખ

ટ્રુડોએ વધુમાં કહ્યું કે મેં ગયા G20માં PM મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મેં કહ્યું હતું કે અમને ખબર છે કે ભારત આમાં સામેલ હતું. તેમણે કહ્યું કે, કેનેડામાં ઘણા લોકો ભારત સરકાર વિરુદ્ધ બોલે છે અને તેઓ આ લોકોની ધરપકડ જોવા માંગે છે. ટ્રુડોએ કહ્યું કે, જ્યારે તેઓ G-20 સમિટ પછી ભારતથી કેનેડા પાછા ફર્યા ત્યારે તે સ્પષ્ટ હતું કે ભારત સરકારનો અભિગમ અમારી અને અમારી લોકશાહીની અખંડિતતાની ટીકા કરવાનો હતો. ટ્રુડોએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ પણ લીધું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય રાજદ્વારીઓ કેનેડિયનો વિશે માહિતી એકઠી કરી રહ્યા છે અને તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગને આપી રહ્યા છે.

પોતાના દેશના ધારાસભ્યો સામે પણ આક્ષેપો

વિદેશી હસ્તક્ષેપ તપાસની સમક્ષ જુબાનીમાં જસ્ટિન ટ્રુડોએ પોતાના દેશના ધારાસભ્યો સામે પણ આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમની પાસે વિદેશી દખલગીરીમાં સંડોવાયેલા કન્ઝર્વેટિવ સાંસદોના નામ છે. તેમણે કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS)ને કન્ઝર્વેટિવ લીડર પિયર પોઈલીવરેને ચેતવણી આપવા અને પક્ષની અખંડિતતાનું રક્ષણ કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ ઝડપથી ફૂલીફાલી છે. વોટ બેંકના કારણે ટ્રુડોએ આ મુદ્દે કોઈ પગલાં લેવાનું ટાળ્યું હતું. ગયા વર્ષે જૂન મહિનામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગુરુદ્વારા પાસે ઠાર કરવામાં આવ્યો હતો. ટ્રુડોએ સંસદમાં આ માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા, જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

આ પણ વાંચો:  ખાલિસ્તાની મુદ્દા પર કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની ચાલાકી, શરૂ થયો વોટ બેંકનો ખેલ?

Whatsapp share
facebook twitter