- હિઝબુલ્લાએ લીધો બદલો!
- મોસાદના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલાનો કર્યો દાવો
- આ હુમલામાં “Fadi-4” મિસાઇલનો ઉપયોગ
હિઝબુલ્લા (Hezbollah) એ ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદના હેડક્વાર્ટર (headquarters of Israel’s intelligence agency) પર મોટો મિસાઈલ હુમલો (major missile attack) કરવાનો દાવો કર્યો છે, જેના કારણે ઈઝરાઇલમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોની માનીએ તો, દક્ષિણ લેબનોનમાં થયેલા આ હુમલામાં “Fadi-4” મિસાઇલનો ઉપયોગ થયો હતો, જે હિઝબુલ્લાના સૌથી ઘાતક મિસાયલોમાંની એક માનવામાં આવે છે. અહેવાલ મુજબ, હિજબુલ્લાએ ઇઝરાયેલી ગ્રાઉન્ડ અભિયાનના જવાબમાં આ હુમલો કર્યો હતો, પરંતુ IDF નું મિલિટરી ઈન્ટેલિજન્સ યુનિટ અને મોસાદ આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
મોસાદ હેડક્વાર્ટર પર હુમલાનો દાવો
ન્યૂઝવીકના અહેવાલો અનુસાર, હિઝબુલ્લા (Hezbollah) એ મોસાદ હેડક્વાર્ટર પર હુમલો હોવાનો દાવો કર્યો હતો તે પછી ઈઝરાઇલમાં મેગેન ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સેવાએ અકસ્માત સર્જાયાં પછી એક માર્ગ અવરોધિત કરી દીધો હતો. એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું હતું કે તેણે ઘટનાસ્થળે બે લોકોની સારવાર કરી હતી, જેમાં એક બસ ડ્રાઈવર અને અન્ય એક મોટરચાલકને ઈજા થઈ હતી. Fadi-4 હિઝબુલ્લાહની સૌથી ઘાતક મિસાઈલ છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મીડિયા સૂત્રોએ મંગળવારે સવારે જણાવ્યું કે હિઝબુલ્લાહ (Hezbollah) ના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ તેલ અવીવમાં સાયરન વાગ્યું હતું. એલાર્મ સાયરનના અવાજે તેલ અવીવ સહિત અધિકૃત પેલેસ્ટાઈનના સમગ્ર મધ્ય વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો.
Hezbollah says it launched a salvo of “Fadi-4” rockets at the headquarters of the Israeli military Intelligence – Unit 8200 and the Mossad headquarters, both located in Tel Aviv.https://t.co/5FztBp5PlS
LIVE updates: https://t.co/G6LlqkWCIK pic.twitter.com/qghiBlrP1P— FOREGX FX (@mrjames78_biia) October 1, 2024
તેલ અવીવ તરફ 5 મિસાઈલો છોડવામાં આવી
અલ મનારે ઝાયોનિસ્ટ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તેલ અવીવ એરસ્પેસમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા વીડિયોમાં હિઝબુલ્લાહ મિસાઈલો ઈઝરાયેલના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશો પર પ્રહાર કરતી જોવા મળી હતી. ઈઝરાયેલના એક અખબારે અહેવાલ આપ્યો છે કે તેલ અવીવ તરફ 5 મિસાઈલો છોડવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ પણ લેબનોનથી મિસાઇલ હુમલાની જાણ કરી હતી.
આ પણ વાંચો: Israel Entered Lebanon : ઇઝરાયેલે ઘરમાં ઘુસીને મારવાનું શરુ કર્યું…