+

16 વર્ષ બાદ Girlfriend ની મળી લાશ, Boyfriend ની એક નજીવી ભૂલે….

Balcony ની અંદર લાશને દફનાવવામાં આવી હતી આ મહિલાની હત્યા 30 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી 16 વર્ષ બાદ મામૂલી ઘટનાએ નરાધમને સજાને પાત્ર બનાવ્યો Burying Girlfriend In Cement On…
  • Balcony ની અંદર લાશને દફનાવવામાં આવી હતી
  • આ મહિલાની હત્યા 30 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી
  • 16 વર્ષ બાદ મામૂલી ઘટનાએ નરાધમને સજાને પાત્ર બનાવ્યો

Burying Girlfriend In Cement On Balcony : અકબરે અનારકલીને જીવિત અવસ્થામાં તેણીની દફન કરી હતી. ત્યારે આવો જ એક મામવો વિદેશમાંથી સામે આવ્યો છે. પરંતુ આ ઘટનાની ચોંકાવનારી બાબત એ છે કે, આ ઘટનાની અંદર મહિલાની લાશ આશરે 16 વર્ષ બાદ એક બાલ્કનીમાંથી મળી આવી છે. તે ઉપરાંત મહિલાને તેના Boyfriend એ મારીને અનેક દિવસો માટે સૂટકેસમાં બંધ કરીને રાખી હતી. ત્યારબાદ જ્યારે Boyfriend એ પોતાના ફલ્ટેની બહાર આવેલી Balcony માં લાશને દફન કરી દીધી હતી.

Balcony ની અંદર લાશને દફનાવવામાં આવી હતી

South Korea માંથી આ ઘટના સામે આવી છે. જોકે આ સંપૂર્ણ મામલાનો ખુલાસો આશેર 16 વર્ષ થયો છે. તાજેતરમાં જે લાશને બાકલનીની અંદર દફનાવવામાં આવી હતી. તે ઈમારતની અંદર પાણીની પાઈપલાઈનમાં ખરાબી હતી. ત્યારે ઈમારતની તપાસ કરવા માટે પ્લમ્બરને બોલાવવામાં આવ્યા હતાં. તો તેમણે જે Balcony ની અંદર લાશને દફનાવવામાં આવી હતી, તે ફ્લેટમાં આવેલી પાણીની પાઈપમાં ખામી હોવાનું જણાવ્યું હતું. ત્યારે કારીગરોએ આ Balcony ની તપાસ શરું કરી હતી. ત્યારે આ લાશનો કંકાલ મળી આવ્યો હતો. જે બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Pakistan માં આવેલા આ મંદિરનું પાણી પીવાથી મુર્છિત થયા હતાં પાંડવો!

 

આ મહિલાની હત્યા 30 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી

South Korean police આ લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. જોકે મુખ્ય આરોપીઆ ફ્લેટ વેચીને જતો રહ્યો હતો. તે ઉપરાંત આરોપી આ પહેલા પણ South Korean police ના સકંજામાં ડ્રગ્સ વેચવાના મામલે પકડી પાડવામાં આવ્યો હતો. તો જ્યારે આ મહિલાની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. તો પોલીસે તેના Boyfriend ને પકડી પાડ્યો છે. તે ઉપરાંત મહિલાની હત્યા વર્ષ 2008 માં કરવામાં આવી હતી. ત્યારે તેના પરિવારજનોએ South Korean police માં મહિલા લાપતા હોવાની ફરિયાદ નોંધવી હતી.

16 વર્ષ બાદ મામૂલી ઘટનાએ નરાધમને સજાને પાત્ર બનાવ્યો

South Korean police એ જણાવ્યું છે કે, બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં Boyfriend એ મહિલાને તિષ્ણ હથિયાર વડે મારી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. તે બાદ Boyfriend એ તેણીને સૂટકેસમાં બંધ કરીને Balcony ની અંદર દફન કરી હતી. ત્યારે બાદ અમુક વર્ષો બાદ Boyfriend એ આ ફ્લેટમાંથી અન્ય સ્થળ પર રહેવા જતો રહ્યો હતો. પરંતુ 16 વર્ષ બાદ એક મામૂલી ઘટનાએ નરાધમને સજાને પાત્ર બનાવ્યો છે.

આ પણ વાંચો: આ 5 રાશિવાળી મહિલાઓને ક્યારે પણ ક્રોધિત ન કરવી જોઈએ!

Whatsapp share
facebook twitter