- પાકિસ્તાનમાં 11 દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો
- આતંકવાદીઓએ રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી
- વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત
Terror attack in Pakistan : પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલા (Terror attack in Pakistan)એ વિશ્વભરને ચોંકાવી દીધું છે. પાકિસ્તાનમાં 11 દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.
આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી
આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અન્ય ચાર ઘાયલ છે. ઘાયલોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.
વાન કાફલામાં સૌથી આગળ હતી
જિયો ન્યૂઝ અનુસાર, જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદ્વારીઓના સમૂહને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઘાયલોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલાના આગળના ભાગે હતી.
આ પણ વાંચો—Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ
WARNING – TERRORISM
District Police Officer Swat confirms bomb blast targeted convoy on Malam Jabba Road
Read more: https://t.co/yMI2u4UZUw#GeoNews
— Geo English (@geonews_english) September 22, 2024
બધા રાજદૂતો સુરક્ષિત
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ વિસ્ફોટ શેરાબાદમાં થયો હતો. કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત 11 દેશોના રાજદૂતો સામેલ હતા.
રાષ્ટ્રપતિએ હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો
2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનોએ વધુ જોર પકડ્યું છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના ડેટા અનુસાર, બંને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જુલાઈમાં આતંકી હુમલાની સંખ્યા 38 હતી. પરંતુ ઓગસ્ટમાં તે વધીને 59 થઈ ગયો. ખૈબર પખ્તુનખ્વામાં ઓગસ્ટમાં થયેલા 29 આતંકી હુમલાઓમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો—–PAKISTAN માં ભયંકર આતંકી હુમલો, આતંકવાદીઓએ 23 લોકોની ગોળી મારીને હત્યા કરી