+

IPHONE માટે 12 વર્ષીય બાળકીએ તેની બહેનનું ગળું દબાવી કરી હત્યા, CCTV માં ફૂટ્યો ભાંડો

IPHONE માટે લોકોમાં કેટલું પાગલપન હોય છે, તેનાથી તો આપણે સૌ જાણીતા જ છીએ. લોકો આઇફોનને ખરીદવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય તેવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ…

IPHONE માટે લોકોમાં કેટલું પાગલપન હોય છે, તેનાથી તો આપણે સૌ જાણીતા જ છીએ. લોકો આઇફોનને ખરીદવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય તેવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. આઇફોન માટે એક છોકરી ખૂની બની ગઈ છે. માત્ર 12 જ વર્ષની છોકરીએ આઇફોન માટે તેની 8 વર્ષની બહેનનું ગળું દબાવી દીધું તેવી ઘટના સામે આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

IPHONE માટે લીધો બહેનનો જીવ

આ ચોંકાવનારો કિસ્સો બ્રિટેનમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, દાદીના IPHONE પર ગેમ રમવાને લઈને થયેલી લડાઈમાં એકે બીજીને મારી નાખી હતી. પીડિતાની ઓળખ 8 વર્ષીય ડેમારિયા હોલીંગ્સવર્થ તરીકે થઈ હતી. સમગ્ર ઘટના એમ બની હતી કે, બંને વચ્ચે આઈફોનને લઈને ઘણી લડાઈ થઈ હતી. બંને છોકરીઓ પિતરાઈ બહેનો છે અને ઉનાળા માટે ટેનેસીના હમ્બોલ્ટમાં તેમની દાદીની મુલાકાતે આવી રહી હતી, પરંતુ દાદીના આઈફોન પર ગેમ રમવાને લઈને થયેલી લડાઈમાં એકે બીજીને મારી નાખી હતી. એટલું જ નહીં ગુનાને છુપાવવા માટે બહેનની લાશને બેડ પર એવી રીતે ગોઠવી દેવામાં આવી હતી કે જાણે તે સૂતી હોય. સવારે પુત્રી જાગી ન હતી ત્યારે તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. અચાનક મૃત્યુ કેવી રીતે થયું તે જાણવા માટે માતા-પિતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં જાણવા મળ્યું કે તેમની મોટી દીકરીએ નાની બહેનનું ગળું દબાવીને હત્યા કરી હતી.

આજીવન સજા થાય તેવી માંગ

બાળકીની ઉંમર ભલે નાની હોય પરંતુ તેના દ્વારા કરવામાં આવેલું કૃત્ય ઘણું મોટું અને અસહનીય છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિસ્ટ્રિક્ટ એટર્ની ફ્રેડરિક એજીના જણાવ્યા અનુસાર, પોલીસે હત્યાના ફૂટેજ કબજે કર્યા છે, જેમાં તે તેની 8 વર્ષની બહેનનું ગળું દબાવતી જોવા મળે છે. એક યુવાન અથવા કિશોર દ્વારા કરવામાં આવતી હિંસાનાં સૌથી અવ્યવસ્થિત કૃત્યો પૈકીનું એક માને છે જેને સજા થવી જોઈએ. જો તેનો કેસ ખસેડવામાં આવે છે, તો તેને લાંબી સજા થશે, જે આજીવન કેદ થઈ શકે છે.

આ પણ વાંચો : American Presidential Election 2024 : ટ્રમ્પની જીત થઈ તો ભારત માટે તક કે પડકાર?

Whatsapp share
facebook twitter