Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકામાં કાદવમાં ફસાયા 70 હજાર લોકો, જાણો શું થયું

11:07 AM Sep 08, 2023 | Hardik Shah

અમેરિકામાં એક સાંસ્કૃતિક ઉત્સવ હજારો લોકો માટે ખરાબ સ્વપ્ન બરાબર બની ગયો. અહીં ઉત્સવ બર્નિંગ મેન દરમિયાન એકઠા થયેલા 70 હજાર લોકો કાદવમાં ફસાયા છે. સરકારી અધિકારીઓએ તેમને તેમના જીવન બચાવવા માટે ખોરાક અને પાણી બચાવવા કહ્યું છે. જણાવી દઇએ કે, અમેરિકાના નેવાડા રાજ્યમાં દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં 24 કલાક સતત વરસાદને કારણે સમગ્ર રણ વિસ્તાર કાદવમાં ફેરવાઈ ગયું હતું. જેના કારણે લોકો ચાલી પણ શકતા નથી. અમેરિકાના બ્યુરો ઓફ લેન્ડ મેનેજમેન્ટે કહ્યું કે, કાદવમાંથી વાહન ચલાવવું જોખમથી ફરેલું છે. આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે, આવી સ્થિતિમાં લોકો માટે જરૂરી તમામ વસ્તુઓ હોવી જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.