Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pakistan માં અફઘાનિસ્તાન બોર્ડર પાસે કારમાં બ્લાસ્ટ, પૂર્વ સાંસદ સહિત 4 લોકોના મોત…

09:01 AM Jul 04, 2024 | Dhruv Parmar

પાકિસ્તાન (Pakistan)ના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક કારમાં રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં ભૂતપૂર્વ સાંસદ અને અન્ય ત્રણ લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્ફોટ અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલા આદિવાસી બહુલ જિલ્લા મામોંદ બાજૌરના દામાડોલા વિસ્તારમાં થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે પાકિસ્તાની સાંસદના ઉપલા ગૃહ સેનેટના પૂર્વ સભ્ય હિદાયતુલ્લા પેટાચૂંટણીમાં તેમના ભત્રીજા નજીબુલ્લા ખાનના પ્રચારના સંબંધમાં ત્યાં હાજર હતા. PK 22 પ્રાંતીય વિધાનસભા ક્ષેત્રમાં 12 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાવાની છે.

હિદાયતુલ્લા મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે…

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના CM અલી અમીન ગાંડાપુર અને મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ વિસ્ફોટની નિંદા કરી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ હુમલાની નિંદા કરી હતી અને ભૂતપૂર્વ સેનેટર અને અન્ય લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, હિદાયતુલ્લા 2012 થી 2018 અને ફરીથી 2018 થી 2024 સુધી સેનેટના સ્વતંત્ર સભ્ય હતા. આ ઉપરાંત તેઓ ઉપલા ગૃહની ઉડ્ડયન અંગેની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પ્રાધિકરણ (NACTA)ના સભ્ય પણ હતા. હિદાયતુલ્લાના પિતા હાજી બિસ્મિલ્લાહ ખાન પણ MNA રહી ચૂક્યા છે જ્યારે તેમના મોટા ભાઈ શૌકતુલ્લાહ ખાન ખૈબર પખ્તુનખ્વાના ભૂતપૂર્વ ગવર્નર હતા.

હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી…

તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે સેનેટ સચિવાલયમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સંસદના ઉપલા ગૃહે ઉમેદવારોને નિશાન બનાવીને હુમલામાં વધારાની નોંધ લીધી છે. ઠરાવમાં પાકિસ્તાન (Pakistan)ના ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને સુરક્ષા પડકારોને કારણે સામાન્ય ચૂંટણીને 3 મહિના સુધી મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી હતી. જો કે, પાકિસ્તાન (Pakistan)માં બીજા જ મહિને 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. આ એક યોગાનુયોગ છે કે પેટાચૂંટણીમાં પોતાના ભત્રીજા માટે પ્રચાર કરતી વખતે હિદાયતુલ્લાએ પણ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

આ પણ વાંચો : Britain: આજે ઋષિ સુનક અને કીર સ્ટારમર વચ્ચે ટક્કર…..

આ પણ વાંચો : Indonesia News: 30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો, જુઓ વીડિયો…

આ પણ વાંચો : UP Hathras Tragedy: હાથરસની દુર્ઘટનાએ રાષ્ટ્રપતિ પુતિનને પણ હચમાચાવી નાખ્યા!