Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

U.S.Presidential Election-ભારતીય મૂળના ડો.સંપતની મહત્વની ભૂમિકા

04:46 PM Jul 02, 2024 | Kanu Jani

U.S.Presidential Election અંતર્ગત અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. જેના કારણે રિપબ્લિકન પાર્ટીમાંથી ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં ઉતરશે. જેને લઈ 13 જુલાઈથી 19 જુલાઈ સુધી મિલ્વૌકી શહેરમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નોમિનેટ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવા માટે મિલ્વૌકીમાં યોજાનારા કન્વેન્શન માટે એક વખત ફરી ભારતીય-અમેરિકી ડોક્ટર સંપત શિવાંગીને અધિકૃત પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સતત છઠ્ઠી વખત ડોક્ટર સંપત શિવાંગીને પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડોક્ટર અધિકૃત રીતે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરશે.

કોણ છે ડોક્ટર સંપત શિવાંગી? 

ડોક્ટર સંપત શિવાંગી રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે અને રિપબ્લિકન ઈન્ડિયન કાઉન્સિલ અને રિપબ્લિકન ઈન્ડિયન નેશનલ કાઉન્સિલના સંસ્થાપક પણ છે. ત્યારબાદ સતત છઠ્ઠી વખત તેમને પ્રતિનિધિ તરીકે જવાબદારી આપવામાં આવી છે. ડોક્ટર સંપત શિવાંગી સૌથી જુના ભારતીય અમેરિકી સંઘોમાંથી એક છે, ઈન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. છેલ્લા 30 વર્ષમાં તેમને અમેરિકી સેનેટરો અને કોંગ્રેસીઓની સાથે પોતાના સંપર્ક દ્વારા ભારત તરફથી અમેરિકી કોંગ્રેસમાં ઘણા બિલો માટે ભલામણ કરી છે.

જોર્જ ડબ્લ્યુ બુશને પણ કર્યા હતા નોમિનેટ

ડોક્ટર શિવાંગીએ કહ્યું રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને નોમિનેટ કરવા માટે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાષ્ટ્રીય પ્રતિનિધ તરીકે સેવા કરવાની મને છઠ્ઠી વખત તક મલી છે. તેમને જણાવ્યું કે તે પ્રતિનિધિની જવાબદારી ત્યારથી નિભાવી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લુય બુશને ન્યૂયોર્કમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા પછી તત્કાલીન સીનેટર જોર્જ મેક્કેન, ગવર્નર મિટ રોમનીને નોમિનેટ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2016 અને 2020માં નોમિનેટ કરવા માટે પણ તે ગયા હતા. ડોક્ટર શિવાંગીએ કહ્યું કે હવે 2024માં ફરીથી તેમને U.S.Presidential Electionમાં  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની તક  મળી છે.

આ પણ વાંચો- Pakistan : મહિલા સાંસદે કહ્યું..” મારી સાથે આંખથી આંખ…” Video