Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Russia : ચર્ચ અને યહુદી ધર્મસ્થાન પર આતંકી હુમલો, 7ના મોત

07:34 AM Jun 24, 2024 | Vipul Pandya

Russia : રવિવારે 23 જૂને રશિયા (Russia ) માં આતંકવાદી હુમલો થયો છે. હુમલાખોરોએ રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં એક ચર્ચ અને યહૂદી ધર્મસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સાથે જ અનેક લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. જેમાં એક પૂજારી અને 6 પોલીસકર્મીઓના મોત થયા હતા. જ્યારે, આ હુમલા બાદ બે આતંકવાદી પણ માર્યા ગયા છે.

હુમલામાં એક પૂજારી અને 6 પોલીસકર્મીઓના મોત

સીએનએનના અહેવાલ મુજબ, ઓટોમેટિક હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ રશિયાના દક્ષિણી દાગેસ્તાન પ્રાંતના ડર્બેન્ટ શહેરમાં એક યહૂદી ધર્મસ્થાન અને એક ચર્ચ પર હુમલો કર્યો. આ હુમલામાં એક પૂજારી અને 6 પોલીસકર્મીઓના મોત થયા છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં આ હુમલામાં મૃતકોની સંખ્યાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.

ચર્ચ પર થયેલા હુમલામાં એક પાદરીનું મોત

આ રિપોર્ટમાં દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના ચીફ શામિલ ખાદુલેવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચર્ચ પર થયેલા હુમલામાં એક પાદરીનું મોત થયું છે. જ્યારે 6 પોલીસકર્મીઓએ પણ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ હુમલામાં ટ્રાફિક ચોકી પર ફાયરિંગમાં ઓછામાં ઓછો એક પોલીસ અધિકારી ઘાયલ થયો છે.

જાણો શું છે મામલો?

દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ શામિલ ખાદુલેવે કહ્યું કે તેમને મળેલી માહિતી મુજબ ફાધર નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરવામાં આવી હતી, તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. તેઓ 66 વર્ષના હતા અને ખૂબ જ બીમાર હતા. તેણે એમ પણ કહ્યું કે ચર્ચમાં પિસ્તોલથી સજ્જ એક સુરક્ષા ગાર્ડે ગોળી મારી હતી. ખાડુલેવે જણાવ્યું હતું કે અન્ય પાદરીઓ ચર્ચમાં છુપાઇ ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા. સિનેગોગમાં આગ લાગી હતી અજોકે, અધિકારીઓનું કહેવું છે કે તેઓ મૃતકોની સંખ્યા વિશે માહિતી એકઠી કરી રહ્યા છે.

હુમલાની આતંકવાદી તપાસ શરૂ

દરમિયાન, રિપબ્લિક ઓફ દાગેસ્તાન માટે રશિયન તપાસ સમિતિના તપાસ નિર્દેશાલયે જણાવ્યું હતું કે તેણે રશિયન ફેડરેશનના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી હુમલાનીતપાસ શરુ કરી દીધી છે. હાલમાં, પોલીસ ટીમ ઘટનાના તમામ સંજોગો અને આતંકવાદી હુમલામાં સામેલ વ્યક્તિઓ શોધી રહી છે અને તેમની કાર્યવાહીની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો—- કટ્ટર ઈસ્લામિક દેશે મહિલાઓને આપ્યો એવો હક, જેની હિંમત અમેરિકા પણ નથી કરી શક્યું