Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અબુધાબીમાં બની રહ્યું છે ભવ્ય હિન્દુ મંદિર,જુઓ નિર્માણ કાર્યનો અદભુત Drone Video

12:00 AM Dec 30, 2023 | Hiren Dave

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં અત્યારે એક શાનદાર મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. ભવ્યથી અતી ભવ્ય આ BAPS હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

 

આ મંદિર ભારતીય સમુદાય માટે તો તે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તે ઉપરાંત તે વિશ્વ શાંતિ અને સદ્ભાવનાનું ઉત્તમ પ્રતીક પણ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

અબુધાબીનું આ સૌ પ્રથમ હિન્દુ મંદિર છે, તે અલ વકબા સ્થળ પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે.આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે.તાજેતરમાં જ BAPS હિંદુ મંદિરનો ડ્રોનથી લેવામાં આવેલો એક વિડિયો રજૂ થયો છે, જે મંદિરના નિર્માણનો અદભૂત નજારો દર્શાવે છે. આ તસવીરોમાં મંદિરની ખૂબ જ ઉત્તમ રીતે રજૂ કરવામાં આવેલ બાંધકામ, કોતરેલા સ્તંભો અને વિશાળ પ્રાંગણ જોવા મળે છે. નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને મંદિર ફેબ્રુઆરી 2024માં પૂર્ણ થવાની અપેક્ષા છે.

 

આ પણ વાંચો-બ્રિટનમાંથી મોતનો શર્મશાર કરનાર કિસ્સો આવ્યો સામે