Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Indore Video : જાહેરમાં અંગ પ્રદર્શન કરતી યુવતીએ માંગી માફી, કહ્યું – ગલતી સે મિસ્ટેક હો ગઇ…

12:30 PM Sep 27, 2024 |
  • ઈન્દોરની યુવતીનો વિવાદાસ્પદ વીડિયો
  • ટૂંકા કપડાં, મોટો વિવાદ અને યુવતીની માફી
  • ભારે વિરોધ બાદ યુવતીએ માંગી માફી

Indore Video : આજે સોશિયલ મીડિયા (Social Media) ની લોકોને એવી લત લાગી છે કે તેઓ તેને જ પોતાની દુનિયા સમજી રહ્યા છે. આજે લોકો રીલ્સ (Reels) બનાવવાને વધુ મહત્વ આપતા જોવા મળી જાય છે. અને તેમા મોટી સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ (Likes and Comments) મેળવવા માટે લોકો કઇં પણ કરવા તૈયાર થઇ જાય છે. પછી ભલે તેમા અશ્લીલતા (Obscenity) હોય. તાજેતરમાં એક વીડિયો ઈન્દોર (Indore) થી સામે આવ્યો હતો જેમા એક છોકરીએ રીલ બનાવવા માટે હદ પાર કરી દીધી હતી. તે ઈન્દોરના જાહેર સ્થળ પર ટૂંકા કપડા પહેરીને ફરતી જોવા મળી હતી. હવે આ વીડિયો પર ખૂબ જ વિવાદ જોવા મળી રહ્યો છે. વિવાદના વંટોળને જોતા આ છોકરીએ માફી માગી લીધી છે.

ઈન્દોરની યુવતીનો વીડિયો વાયરલ થતા વિરોધ

23 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક યુવતી ઈન્દોરની ભીડભાડવાળી શેરીઓમાં ટૂંકા કપડા પહેરીને રીલ બનાવતી જોવા મળી હતી. આ વીડિયોને લઇને લોકોમાં ભારે વિવાદ ઉઠ્યો છે, કારણ કે ઘણી વ્યક્તિઓએ આને અશ્લીલ ગણાવીને તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ યુવતી વિવિધ જગ્યાઓ પરથી આવા વીડિયો બનાવીને પોસ્ટ કરતી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, શરૂઆતમાં આ તેને સામાન્ય લાગતું હતું પરંતુ જેમ જેમ વિવાદ વધ્યો, તેમ તેમ તેણીને સમજાયું કે તેણે શું ભુલ કરી છે. સોશિયલ મીડિયા પર વધી રહેલા વિરોધ બાદ યુવતીએ એક બીજો વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે માફી માંગી હતી. તેણે કહ્યું, “હું માનું છું કે આ સામાન્ય નથી. મેં કંઈક વધારે કર્યું છે.” તેણીએ આગળ કહ્યું કે, હું માનું છું કે આ સામાન્ય નથી. મોટાભાગની છોકરીઓ આવા કપડાં પહેરે છે, પરંતુ મેં કંઈક વધારે કર્યું. યુવતીએ કહ્યું કે તે આત્મહત્યા કરવા માંગે છે. મને જીવવાનો કોઈ અધિકાર નથી.

BJP નેતાની બહિષ્કારની માંગ

આ વીડિયો વાયરલ થયા બાદ મહિલા સંગઠનોએ પોલીસ કમિશનરને યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ સાથે જ ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મને પણ ફરિયાદ મળી છે. ઈન્દોરમાં કેટલાક મહિલા સંગઠનો સક્રિયપણે પોલીસ કમિશનરને મેમોરેન્ડમ સબમિટ કરી રહ્યાં છે. ઈન્દોર એક સાંસ્કૃતિક શહેર છે. આવી અભદ્રતા અહીં ન થવી જોઈએ. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બંધારણમાં લોકોને રહેવા, ખાવા-પીવાની સ્વતંત્રતા છે એ વાત સાચી છે, પરંતુ આવી સ્વતંત્રતા સમાજના બાકીના લોકોને અસર કરે છે. હું આને મૂળભૂત અધિકારોનો દુરુપયોગ માનું છું. પ્રશાસને આ અંગે જાગૃતિ સાથે કામ કરવું જોઈએ અને સમાજે પણ આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ.

લોકો આપી રહ્યા છે અલગ-અલગ પ્રતિક્રિયા

હવે આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝર્સે લખ્યું કે, આ આત્મમુગ્ધતા અને ધ્યાન મેળવવાનો યુગ છે. આ યુગમાં આવા મૂર્ખ લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. એક યુઝર્સે લખ્યું કે, ભૂલ કર્યા બાદ છોકરી માફી માંગી રહી છે પરંતુ આત્મહત્યાની ધમકી પણ આપી રહી છે. શું આ ગુનો નથી? પોલીસે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. એક શખ્સે લખ્યું કે, આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને પાઠ ભણાવવો જોઈએ.

આ પણ વાંચો:  INDORE માં બ્રા પહેરીને ફરતી યુવતી બની વિવાદનું કારણ, મંત્રીએ પણ વીડિયો જોઇને કહ્યું…