Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ દેશનો કરો પ્રવાસ! પ્રવાસીઓને ગાઈડના બદલે પત્ની મળે છે…

08:06 PM Oct 04, 2024 |
  • Pleasure Marriage ની પ્રથા શરું કરવામાં આવી
  • મહિલાઓને અનેકવાર હાલાકીનો સામનો કરવો પડે છે
  • અનેકવાર તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું

Pleasure Marriage Indonesia : સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પર્યટક વિસ્તારમાં જઈએ છીએ, ત્યારે આપણે એક ગાઈડની મદદ લેતા હોઈએ છીએ. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં આવતા પર્યટકો જ્યાં સુધી તેઓ આ દેશમાં રહે છે. ત્યાં સુધી તેમને એક પત્ની આપવામાં આવે છે. જોકે આ દેશમાં પર્યટકોને તેમના દેશમાં આવેલી મહિલાને નિશ્ચિત સમય સુધી પોતાની મનપસંદ મહિલાને પત્ની તરીકે રાખી શકે છે. અને પોતના પ્રવાસ સમાપન થયા બાદ તેનાથી છૂટાછેડા પણ લઈ શકે છે. જોકે આને Pleasure Marriage તરીકે ઓળખવામાં આવે છે.

Pleasure Marriage ની પ્રથા શરું કરવામાં આવી

South East Asian ના દેશમાં Pleasure Marriage ની પ્રથા શરું કરવામાં આવી છે. તો ખાસ કરીને Pleasure Marriage ની સુવિધા ઈન્ડોનેશિયામાં સૌથી વધુ આપવામાં આવે છે. Pleasure Marriage ની ઈન્ડોનેશિયામાં એક મોટી ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. તો ઈન્ડોનેશિયાની અંદર Pleasure Marriage અંતર્ગત અનેક મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની પ્રથામાં પોતાનું નામ નોંધાવે છે. તેના કારણે ઈન્ડોનેશિયામાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. Pleasure Marriage માં સૌથી વધુ ગામમાં રહેતી મહિલાઓ પોતાનું નામ નોંધાવે છે.

આ પણ વાંચો: આ મહિલા પહાડોની વચ્ચે દશકોથી ઈન્ટરનેટ-વીજળી વિના જીવી રહી છે

મહિલાઓને અનેકવાર હાલાકીનો સામનો કરવો પડે છે

Pleasure Marriage ની અંદર પણ દલાલ હોય છે. જે Pleasure Marriage માં કામ કરતી મહિલાનું સંચાલન કરે છે. જોકે Pleasure Marriage એ ઈન્ડોનેશિયામાં સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી છે. પરંતુ તેની વિરુદ્ધ કોઈ સખ્ત કાનૂન નથી. જોકે Pleasure Marriage માં કરતી મહિલાઓને અનેકવાર હાલાકીનો સામનો કરવો પડે છે. તો Pleasure Marriage માં કામ કરી ચૂકેલી એક મહિલાઓ પોતાનો અનુભવ મીડિયા સામે શેર કર્યો હતો. તેણી 17 વર્ષની હતી, તે સમયથી Pleasure Marriage માં કામ કરી રહી છે. તેણીને 50 વર્ષના એક અરબ પર્યટકાની પત્ની બનાવવામાં આવી હતી. તેના માટે તેના પરિવારજનોને 70 હજાર રૂપિયા મળ્યા હતાં.

અનેકવાર તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું

Pleasure Marriage અંતર્ગત જ્યાં સુધી આ અરબ વ્યક્તિ ઈન્ડોનેશિયામાં રહ્યો હતો. ત્યાં સુધી તેણી અરબની પત્ની બનીને રહેતી હતી. અને જ્યારે તે પાછો પોતાના દેશ જવાની તૈયારી કરી હતી. ત્યારે આ બંનેના છૂટાછેડા થઈ ગયા હતાં. જોકે આ યુવતીએ આશેર 15 લગ્ન Pleasure Marriage અંતર્ગત કર્યા હતાં. તેમાંથી અનેકવાર તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું. તો એક પર્યટકે તેને પોતાની સાથે પૈસાની લાલચ આપીને અરબ દેશ લઈ ગયો હતો. જ્યાં તેની સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કોલેજના વિદ્યાર્થીએ શહેરના તમામ બાથરૂમમાં લગાવ્યા કેમેરા! અને પછી….