Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 માં ભારતને પહેલી મોટી સફળતા, શૂટિંગમાં મનુ ભાકર ફાઈનલમાં પહોંચી

06:33 PM Jul 27, 2024 | Hardik Shah

Paris Olympic 2024 : ભારત માટે આજે મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આજે શનિવાર, 27 જુલાઈના રોજ, રમિતા જિંદાલ/અર્જુન બબુતા અને ઈલાવેનિલ વાલારિવાન/સંદીપ સિંહની ભારતની જોડી 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. રમિતા-અર્જુનની જોડી છઠ્ઠા ક્રમે રહી હતી. જ્યારે, ઈલાવેનિલ-સંદીપ 12મા સ્થાને છે. જોકે, મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને આવી છે. આ પાંચમી શ્રેણી પછીના પરિણામો છે. રિધમ સાંગવાન ખૂબ પાછળ છે. તે 18મા સ્થાને છે.

ફાઈનલમાં મનુ ભાકર

મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી છે. મનુએ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં 600માંથી 580 પોઈન્ટ્સ મેળવ્યા હતા. તેણી ત્રીજા સ્થાને રહી હતી. તેણી આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ સરબજોત ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે દાવેદાર હતી, પરંતુ તે ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી. બે ભારતીય જોડી 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી તે પછી આ બન્યું. બીજી તરફ રોવર બલરાજ પંવાર, પુરુષોની વ્યક્તિગત સ્કલની હીટ 1માં ચોથા સ્થાને રહ્યો અને હવે તેણે રિપેચેજ રાઉન્ડ પર આધાર રાખવો પડશે.

મનુ ભાકરે બનાવ્યો રેકોર્ડ

20 વર્ષ બાદ કોઈ ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિકની વ્યક્તિગત ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા સુમા શિરુર એથેન્સ ઓલિમ્પિક 2004માં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે શૂટર્સની આ ટીમનું નેતૃત્વ ઝજ્જરની યુથ ઓલિમ્પિક ચેમ્પિયન મનુ ભાકર કરી રહ્યા છે. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લેનાર ભાકર એકમાત્ર એથ્લેટ છે અને તે મેડલ માટેની સૌથી મોટી દાવેદાર છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતને લાગ્યો ઝટકો, 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં ટીમ બહાર