+

યુદ્ધના ભણકારા વચ્ચે તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા ભારતીય દૂતાવાસે આપી સલાહ

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા દ્નારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ યુક્રેન સરહદે પોતાના દોઢ લાખ સૈનિકો અને શસ્ત્ર સરંજામ ખડક્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિમાં દુનિયા પર સતત ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. તેવામાં અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રે
છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા દ્નારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ યુક્રેન સરહદે પોતાના દોઢ લાખ સૈનિકો અને શસ્ત્ર સરંજામ ખડક્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિમાં દુનિયા પર સતત ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. તેવામાં અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનની રાજધાની કીવમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્નારા ત્યાં રહેતા ભારતીયો માટે એક નિર્દેશિકા જાહેર કરવામાં આવી છે.


યુક્રેનના ભાારતીય દૂતાવાસની નિર્દેશિકા
યુક્રેનની ભારતીય એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલી નિર્દેશિકામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને યુક્રેનમાં રહેતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને વહેલી તકે યુક્રેન છોડી દેવાની સલાહ આપી છે. સાથે જ ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ કોમર્શિયલ ફ્લાઇટ અથવા તો ચાર્ટડ ફ્લાઇટની વ્યવસ્થા કરશે. ભારતીય વિદ્યાર્થીઓને એવી સલાહ આપવામાં આવી છે કે તેઓ ચાર્ટડ ફ્લાઇટના પોતાના કોન્ટ્રાક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સાથે જ ભારતીય દૂતાવાસના ફેસબૂક, વેબસાઇટ અને ટ્વિટર પર આવતી અપડેટથી માહિતગર રહે.

18 હજાર ભાારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે યુક્રેનની અંદર 18 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલના અભ્યાસ માટે ગયા છે. આ તમામ લોકોએ સરકાર પાસે મદદ માંગી છે. આ બધા વચ્ચે સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટો પર લાગેલો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો છે. તો બે દિવસ પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે એર ઇન્ડિયા દ્વારા યુક્રેનમાં ફસાયલા ભારતીયોને પરત લાવવામાં આવશે. જેના માટે ફ્લાઇટનું શિડ્યુલ પણ નકકી  થઇ ગયું છે. આ તમામ પરિસ્થિતઓ વચ્ચે આજે યુક્રેનમાં ભારતીય એમ્બેસી દ્વારા નવી નિર્દેશિકા જાહેર કરવામાં આવી છે અને તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા સલાહ આપી છે.

ભારતના લોકો માટે વિદેશ મંત્રાલયે કંટ્રોલ રુમ શરુ કર્યો
આ અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ તૈયાર કરીને યુક્રેનમાં ફસાયેલા લોકો માટે સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય, તો તેઓ હેલ્પલાઈન નંબર 011-23012113, 011-23014104 અને 011-23017905 પર ફોન કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ ફોન કરીને માહિતિ મેળવી શકાશે.  આ સિવાય એક ફેક્સ નંબર  011-23088124 અને ઈમેલ આઈડી situationroom@mea.gov.in પણ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર
તો યુક્રેનથી ભારત આવવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ભારતીય દૂતાવાસના હેલ્પલાઇન નંબરો +380 997300428, +380 99730483 અને ઇમેઇલ આઈડી cons1.kyiv@mea.gov.in પર સંપર્ક કરી શકાશે. ફ્લાઇટ સહિતની તમામ માહિતી આ હેલ્પલાઇન દ્વારા મળી જશે. ઉપરાંત આ તમામ હેલ્પ લાઇન 24 કલાક શરુ રહેશે.
Whatsapp share
facebook twitter