Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Condom ની આ દેશને મફતમાં વહેંચણી અને કોન્ડમ સ્ટોર રાખવાની નોબત આવી

07:10 PM Sep 21, 2024 |
  • Condom ને લઈ ભારતમાં વિવિધ પ્રકારની અમાન્યતાઓ
  • સરકારી હોસ્પિટલમાં Condom ના બોક્સ મૂકવામાં આવ્યા
  • જેના અંતર્ગત ખાસ Condom સ્ટોર ઉભા કરવામાં આવ્યા

Free Condom in Government Hospitals : પરિવાર આયોજન માટે Condom ને લઈ જાગૃતતા ફેલવવામાં આવે છે. તે ઉપરાંત પરિવાર આયોજન માટે અનેક મુહિમ પર શરું કરવામાં આવે છે. ત્યારે શારીરિક સંબંધ બાંધતા સમયે થતા અનેક પ્રકારના રોગો થતા હોવાના કિસ્સાઓ સામે આવ છે. તેને રોકવા માટે સરકાર દ્વારા મફતમાં Condom આપવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ દેશના અનેક રાજ્યો એવા પણ જ્યાં ટપાલના મારફતે Condom પહોંચાડવામાં આવે છે.

Condom ને લઈ ભારતમાં વિવિધ પ્રકારની અમાન્યતાઓ

યૌન ક્રિયા સમયે સુરક્ષાને અનુલક્ષીને Condom નો ઉપયોગ કરવો એ તમામ મનુષ્ય જાણે છે. તેમ છતાં લોકો Condom ની અવગણના કરે છે. અથવા તેની ખરીદી કરવા પર શરમ અનુભવે છે. તેના કારણે જ ભારતમાં જન્મદર ખુબ ઝડપથી વધી રહ્યો છે. કારણ કે… Condom ને લઈ ભારતમાં વિવિધ પ્રકારની અમાન્યતા જોવા મળે છે. તે ઉપરાંત Condom ની ખરીદી કરતા પણ સૌથી વધુ ભારત દેશમાં લોકો શરમ અનુભવે છે. આ ઘટનાને સંબંધિત એક ઉદાહરણ એ છે કે, આજે પણ માસિકમાં વપરાતા પેડ્સને કાળી થેલીમાં નાખીને આપવામાં આવે છે. તો ભારતમાં જે લોકો મેડિકલ સ્ટોરમાંથી Condom ખરીદવા પર શરમ અનુભવે છે.

આ પણ વાંચો: Israel ની આ હસિના લેબેનાનમાં પેજેર હુમલાની છે માસ્ટરમાઈન્ડ!

સરકારી હોસ્પિટલમાં Condom ના બોક્સ મૂકવામાં આવ્યા

તેમના માટે સરકારે સરકારી હોસ્પિટલમાં ખાસ સુવિધા કરી આપી છે. ભારત સરકારે સરકારી હોસ્પિટલમાં મફતમાં Condom આપવાની સુવિધા જાહેર કરી છે. તેના અંતર્ગત મોટાભાગના રાજ્યોમાં આવેલી સરકારી હોસ્પિટલમાં Condom ના બોક્સ મૂકવામાં આવ્યા છે. તો Condom લીધા પછી કોઈપણ પ્રકારની કોઈ નોંધણી કે પછી કોઈ માહિતી સરકારી હોસ્પિટલમાં આપવાની પણ નથી. તે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં બર્થ કંટ્રોલ પિલ અને પ્રેગનેન્સી ટેસ્ટ કિટને પણ મફતમાં નાગરિકોને આપવામાં આવી રહી છે.

જેના અંતર્ગત ખાસ Condom સ્ટોર ઉભા કરવામાં આવ્યા

ભારતમાં મફતમાં Condom આપવાની સુવિધા નાગરિકોને જીવલેણ બીમારીઓથી રાહત આપશે. ત્યારે ભારતની આ મુહિમમાં ગ્લોબલ ચૈરિટી એડ્સ હેલ્થકેર ફાઉન્ડેશને પણ યોગદાન આપ્યું છે. જેના અંતર્ગત ખાસ Condom સ્ટોર ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આ કોન્ટમ સ્ટોરની માહિતી મેળવીને તમે ઘરે બેઠા પણ Condom મેળવી શકો છો. આ ઝુંબેશ હેઠળ ભારતમાં જન્મદર કાબૂમાં આવી શકે છે. તે ઉપરાંત ભારતમાં જે પ્રકારે એડ્સના અને એચઆઈવી જેવા કેસમાં વધારો થઈ રહ્યો છે. તેનાથી પણ નિરાકરણ મળશે.

આ પણ વાંચો: Spa માં ખાસ સુવિધા લેતા પહેલા આટલું જાણો, પોલીસ પણ પકડશે નહીં!