- Canada માંથી ભારતની 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
- સુદાનમાં ભારતીય રાજદૂત તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા
- રાજદ્વારીઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતા
India High Commissioner Sanjay Kumar Verma : Canada એ ભારતીય અધિકારીઓ ઉપર સવાલો ઉભા કર્યા છે. ત્યારે Canada ના સુરક્ષા વિભાગ દ્વારા Canada માં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસમાં Canada માં રહેલા ભારતીય રાજદૂત Sanjay kumar verma સહિત અનેક અધિકારીઓના નામ જાહેર કરીને સવાલો ઉભા કર્યા છે. ત્યારે ભારતના વિદેશી મંત્રાલય દ્વારા Canada ના આ પગલાની ખુબ જ નિંદા કરવામાં આવી છે. તે ઉપરાંત કેનેડાને આ અંગે પૃષ્ટિ કરવાની પણ સૂચના આપી છે.
Canada માંથી ભારતની 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
Canada માંથી ભારતની 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને દેશ છોડવાની સૂચના આપી છે. તો 28 જુલાઈ 1965 ના રોજ Sanjay kumar verma એ પટના યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તો આગળા અભ્યાસ માટે તેઓ દિલ્હી આવ્યા હતાં. Sanjay kumar verma એ દિલ્હીમાં આવેલી આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે Sanjay kumar verma ની પત્નીનું નામ ગુંજન વર્મા છે અને તેમને એક દીકરી અને એક દીકરો છે.
આ પણ વાંચો: Tata Group એ દિવાળીની ભેટ આપી! 5 લાખ યુવાનોને રોજગારી આપશે
સુદાનમાં ભારતીય રાજદૂત તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા
Sanjay kumar verma ને આઈટી, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને સાઈબર ડિપ્લોમેસીમાં ખાસ રૂચી ધરાવે છે. Sanjay kumar verma એ 1988 માં ભારતીય વિદેશ સેવામાં પગલું માંડ્યું હતું. ત્યારબાદ તેઓએ ચીન, વિયતનામ, તુર્કિ અને ઈટાલી જેવા દેશમાં ભારતી માટે કામ કર્યું છે. તે ઉપરાંત તેઓ સુદાનમાં ભારતીય રાજદૂત તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. સુદાનમાં તેઓ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અને તે પછી અધિક સચિવ તરીકે કામ કર્યું હતું. જોકે Sanjay kumar verma એ Canada માં પગ મૂક્યા પહેલા જાપાન અને માર્શલ આઈલેન્ડ પહોંચ્યા હતા.
રાજદ્વારીઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતા
ભારતે ભારતીય હાઈ કમિશનર Sanjay kumar verma સામેના આરોપોને બનાવટી અને વાહિયાત ગણાવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને ગઈકાલે કેનેડા તરફથી એક ‘રાજદ્વારી સંદેશ મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં એક કેસના સંબંધમાં ચાલી રહેલી તપાસ હેઠળ આવ્યા છે. અમને તેમની સુરક્ષા માટે વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતા તેમને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: શેરબજારમાં એન્ટ્રી! Garuda Construction and Engineeringના શેર આ ભાવે ખૂલ્યા